રાજકોટ
News of Thursday, 18th October 2018

રાજકોટ જિલ્લા ભાજપ આર્થિક સેલના કન્વીનર તરીકે નિલેષભાઇ દોશી

રામભાઇ બરછા અને રાહુલભાઇ વ્યાસ સહકન્વીનર

રાજકોટ, તા., ૧૮: રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ આર્થિક સેલના કન્વીનર તરીકે નિલેષભાઇ દોશી તથા સહકન્વીનર તરીકે રામભાઇ બરછા તથા રાહુલભાઇ વ્યાસની નિમણુંક જાહેર કરવામાં આવી છે.

આ નિમણુંકને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રીઓ ભાજુભાઇ મેતા જયંતીભાઇ ઢોલ, ડો.ભરતભાઇ બોઘરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધાારસભ્યો જયેશભાઇ રાદડીયા, ગીતાબા જાડેજા અને લાખાભાઇ સાગઠીયા સહીત જીલ્લાના આગેવાનો હોદેદારો મંડલના હોદેદારોએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.(૪.૨)

 

(11:44 am IST)