રાજકોટ
News of Saturday, 18th September 2021

ગુંદાગામ પાસેથી દારૂની ૧૦૮ બોટલ ભરેલી કાર સાથે હિતેષ ચાવડા ઝડપાયો

ક્રાઇમ બ્રાંચે દબોચ્યો : કાર અને દારૂ સહિત ૧.૯૩ લાખની મતા કબ્જે

રાજકોટ : ગુંદાગામ પાસેથી એક કારમાં દારૂનો જથ્થો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ સંજયભાઇ, જગદીશભાઇ, ઉમેશભાઇ તથા ભગીરથસિંહને બાતમી મળતા ગુંદાગામના પાટીયા પાસેથી જીજે-૩ઇ.સી.-૬૮૦૮ નંબરની વોકસવેગન કારમાંથી રૂ.૪૩,ર૦૦ ની કિંમતની દારૂની ૧૦૮ બોટલ સાથે હિતેશ સુરેશભાઇ ચાવડા (ઉ.વ.રપ) (રહે. ઉદ્યોગનગર કોલોની કવાર્ટર નં. ૧૭ર ગોંડલ રોડ) ને પકડી લઇ દારૂનો જથ્થો તથા કાર મળી રૂ.૧,૯૩,ર૦૦ ની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એમ. ઝાલા, હેડ કોન્સ. ધિરેનભાઇ, મહેશભાઇ, હીરેનભાઇ, ભગીરથસિંહ, ઉમેશભાઇ, સંજયભાઇ, દિપકભાઇ, જયપાલસિંહ, જગદીશભાઇ તથા કિરતસિંહ દ્વારા કરવામાં આવી હતી.

(4:10 pm IST)