રાજકોટ
News of Saturday, 18th September 2021

માલધરી સોસાયટીમાં મુકેશભાઇ માંડલીયાનો ઝેરી દવા પી આપઘાત

૪૦ હજાર ઉછીના લઇને ડુંગળી વેચવા માટે ખરીદ કર્યા બાદ પૈસા આપી ન શકતા પગલુ ભર્યાનું ખુલ્યુ

રાજકોટ તા.૧૮ : ડુંગળી-બટેટાનો ધંધો નહિ ચાલતા અને દેણું થઇ જતા માલધારી સોસાયટીના આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ  આર.ટી.ઓ. કચેરી પાછળ માલધારી સોસાયટીમાં રહેતા ડુંગળી-બટેટાનો વેપાર કરતા મુકેશભાઇ જીનાભાઇ માંડલીયા (ઉ.૩પ) એમિત્રો પાસેથી રૂ.૪૦ હજાર ઉછીના પૈસા લઇને ધંધો શરૂ કર્યો હતો. ધંધો બરાબર ન ચાલતા ઘેર ચલાવવું મુશ્કેલ બનતા આધેડે મઢુંલી હોટલની બાજુમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી પરિવારજનોને જાણ કરી હતી. બનાવ સ્થળે પરિવારજનોએ દોડી જઇ આઘેડને સારવાર અથે સિવીલ હોસ્પિટલમાં ખસેડયા હતા જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી મચીજવા પામી હતી. જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના પી.એસ.આઇ. પી.બી. ગાજીયા તથા મહેશભાઇએ તપાસ હાથધરી હતી પોલીસ તપાસમાં મૃતક મુકેશભાઇ પાંચભાઇ અને બે બહેનમાં મોટા હતા તેના થોડા સમય પહેલા છુટાછેડા થઇ ગયા હતા. ધંધો બરાબર ન ચાલતા દેણુ થઇ જતા તેણે આ પગલું ભર્યુ હોવાનું ખુલ્યું છે.

(4:10 pm IST)