રાજકોટ
News of Friday, 18th September 2020

સેવા સપ્તાહ અંતર્ગત વોર્ડ નં. ૧ થી ૧૮ માં ચશ્મા વિતરણ, માસ્ક વિતરણ અને સફાઇ અભિયાન

રાજકોટ : દેશના લોકલાડીલા વડાપ્રધાન, ગુજરાતના પનોતા પુત્ર અને આત્મનિર્ભર ભારતના સ્વદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ઘ્વારા તમામ વોર્ડમાં સેવાકીય કાર્યોના માઘ્યમથી  'સેવા સાપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ડે. મેયર અશ્વિન મોલીયા, પુષ્કર પટેલ, રાજુભાઇ બોરીચા સહીતના આગેવાનોની ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.૧ માં તખ્તેશ્વર મહાદેવ મંદીર, ધર્મેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, તત્ફુલીયા હનુમાન મંદીર ખાતે ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં દુર્ગાબા જાડેજાએ જવાબદારી સંભાળેલ,  વોર્ડ નં. રમાં મેલડી માતાના મંદીર, શીતલ પાર્ક ખાતે ચશ્મા વિતરણ યોજાયેલ જેમાં કમલ ભટૃ અને કૃણાલ દવેએ જવાબદારી સંભાળેલ, વોર્ડ નં.૩ માં ગુરૂનાનક કોમ્યુનીટી હોલ ખાતે ચશ્મા વિતરણ કરાયેલ જેમાં ભુપેન્દ્રભાઈ શાહ અને ખીમજીભાઈ જેઠવાએ, વોર્ડ નં.૪ માં અંબીકા પાર્ક, ભગવતીપરા મેઈન રોડ, ખોડીયાર માતાજીનું મંદીર ખાતે ચશ્મા વિતરણ યોજાયેલ જેમાં વિનોદ જાની અને કાનાભાઈ ઉધરેજાએ જવાબદારી સંભાળેલ, વોર્ડ નં. પ માં પટેલ ચોક, ગ્રીનલેન્ડ ચોકડી, ગોવીંદ બાગ ધનેશ્વર મંદીર ખાતે  ચશ્મા વિતરણ યોજાયેલ જેમાં સંજય ચાવડાએ જવાબદારી સંભાળેલ, વોર્ડ નં. ૬ માં સંુદરમ પાર્ક, મહાદેવ મંદીર, જૈન દેરાસર રોડ, આજી ડેમ ચોકડી ખાતે વૃક્ષારોપણ કરાયેલ જેમાં દુષ્યંત સંપટે જવાબદારી સાંભાળેલ તેમજ દુધેશ્વર મંદીર, સોમેશ્વર મંદીર, માંડા ડુંગર, બેડીપરા, કનક નગર, કબીરવન ગાર્ડન રાજમોતી મીલ ખાતે ચશ્મા વિતરણ કરાયેલ જેમાં ગેલાભાઈ રબારીએ  જવાબદારી સંભાળેલ, વોર્ડ નં. ૭ માં ડીએચ કોલેજ, વીરાણી હાઇસ્કુલ, સદર, ભુપેન્દ્ર રોડ, જનતા સોસાયટી, ઉદ્યોભારતી ખાતે વૃક્ષારોપણ કરાયેલ તેમા સુરેન્દ્રસીહ વાળા તેમજ વૃઘ્ધાશ્રમ, ઉદ્યોનગર, લોહાનગર, આલાબાઈનો ભઠૃો, ભવાની નગર ખાતે ચશ્મા વિતરણ કરાયેલ જેમાં રમેશભાઈ દોમડીયાએ જવાબદારી સંભાળેલ, વોર્ડ નં. ૮ માં લક્ષ્મીનગર ઝુંપડપટૃી, સહકાર મફતીયા ખાતે માસ્ક વિતરણ કરાયેલ. જેમાં મહેશ રાઠોડ અને રઘુભાઈ ધોળકીયાએ જવાબદારી સંભાળેલ, વોર્ડ નં. ૯ માં રોજરી સ્કુલ બાજુના પ્લોટ  ખાતે વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમા વિક્રમ પુજારાએ જવાબદારી સંભાળેલ, વોર્ડ નં. ૧૦ માં ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે ચશ્મા વિતરણ  જેમાં કાશ્મીરાબેન નથવાણીએ જવાબદારી સંભાળેલ તેમજ જયોતીનગર, બ્રહમસમાજ ચોક, મારૂતી ચોક, એસએનકે પાછળ, શારદાનગર ખાતે સફાઈ ઝૂંબેશ યોજાયેલ જયોત્સનાબેન ટીલાળાએ જવાબદારી સંભાળેલ, વોર્ડ નં.૧૧ માં જીથરીયા હનુમાન મંદીર, શ્રીબાઈ મંદીર, રાજ રાજેશ્વર મંદીર ખાતે ચશ્મા વિતરણ કરાયેલ જેમાં પ્રવીણ પાઘડારે જવાબદારી સંભાળેલ, વોર્ડ નં.૧રમાં નીલકંઠ મહાદેવ, વીનાયક નગર, મોહનેશ્વર મંદીર, પુનીત નગર, જલવજીત સોસાયટી મંદીર ખાતે સફાઈ ઝુંબેશ દરમ્યાન કીરણબેન હરસોડા અને રશ્મીબેન પટેલે જવાબદારી સંભાળેલ, વોર્ડ નં. ૧૩ માં પીડી માલવીયા કોલેજ, દોશી હોસ્પિટલ પાસે, શાળા નં. ૬૯ અંબાજી  કડવા પ્લોટ, નર્મદ આવાસ, સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ, નવલ નગર, ખોડીયાર નગર ગૌશાળા પાસે સફાઈ ઝુંબેશ દરમ્યાન યોગીનભાઈ છનીયારાએ જવાબદારી સંભાળેલ, વોર્ડ નં.૧૪માં ધારેશ્વર મહાદેવ મંદીર, બોલબાલા મંદીર, સોરઠીયા વાડી ચોક, શેઠ હાઈસ્કુલ બગીચા ખાતે ચશ્મા વિતરણ માં નરેન્દ્ર કુબાવતે જવાબદારી સંભાળેલ, વોર્ડ નં.૧પ માં કુબલીયાપરા, ગંજીવાડા, ચુનારાવાડ, થોરાળા ખાતે સફાઈ ઝુંબેશ તેમજ મોહનભાઈ સરવૈયા હોલ પાસે, મેમણ કોલોની, દુધસાગર મેઈન રોડ ખાતે ચશ્મા વિતરણ કાર્યક્રમમાં સોમભાઈ ભાલીયા, ભીખુભાઈ ડાભી, મહેશ બથવારે જવાબદારી સંભાળેલ, તેમજ  વોર્ડ નં.૧૭ માં ઘનશ્યામ નગર તથા વોર્ડના મંદીરો ખાતે ચશ્મા વિતરણ તેમજ બાબરીયા કવાટર, નારાયણ નગર ઝુંપડપટૃી, ઢેબર કોલોની ખાતે માસ્ક વિતરણ કાર્યક્રમમાં કીર્તીબા રાણા અને જગદીશભાઈ વાઘેલાએ જવાબદારી સંભાળેલ તેમજ વોર્ડ નં.૧૮ માં વેલનાથ લાપાસરી, ભુતનાથ, જડેશ્વર, રાધાકૃષ્ણ ખાતે માસ્ક વિતરણ માં રાજુભાઈ માલધારીએ જવાબદારી સંભાળેલ. આવતીકાલે  પણ સેવા સપ્તાહ અંતર્ગત શહેરના વિવિધ વોર્ડમાં  ચશ્મા વિતરણ, વૃક્ષારોપણ, માસ્ક વિતરણ, સફાઈ ઝુંબેશ, તેમજ શહેર ભાજપ બક્ષીપંચ મોરચા ઘ્વારા માનસીક વિકલાંગ ગૃહના દીવ્યાંગ બાળકોને ભોજન સહીતના સેવાકાર્યો યોજાવાના છે. ત્યારે ઉપરોકત કાર્યક્રમની કાર્યાલય ખાતેથી સાહીત્યની વ્યવસ્થા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનિલભાઈ પારેખ અને કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી સંભાળી રહયા છે.

(3:52 pm IST)