રાજકોટ
News of Friday, 18th September 2020

પીડીયુ મેડિકલ કોલેજમાં ડીન ડો. ગોૈરવી ધ્રુવનો ચાર્જ ડો. એમ. જે. સામાણીને સોંપાયો

રાજકોટ તા. ૧૮: સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયુ મેડિકલ કોલેજના ડીન ડો. ગોૈરવી ધ્રુવ હાલ રજા પર હોવાથી તેમની જગ્યાએ ડીન તરીકેનો ચાર્જ સાઇકીયાટ્રી વિભાગના પ્રાધ્યાપક વર્ગ-૧ ડો. એમ. જે. સામાણીને સોંપવામાં આવ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ વી. જી. વણઝારાએ આ આદેશ કર્યો છે. અગાઉ ડીન ડો. ગોસ્વામીને જગ્યાએ ડો. ગોૈરવી ધ્રુવને ડીનનો ચાર્જ અપાયો હતો. હવે તેઓ રજા પર જતાં તેમના સ્થાને ડો. સામાણીને મુકાયા હોવાનું જાણવા મળે છે.

(3:49 pm IST)