રાજકોટ
News of Friday, 18th September 2020

સ્વચ્છતા, સ્વસ્થતા અને સજાગતા સાથે જીતશે રાજકોટ અને હારશે કોરોનાઃ સંગીતકાર ડો. ઉત્પલ જીવરાજાની

 રાજકોટ તા.૧૮ :  સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોરોનારૂપી મહામારીના કપરા સમયમાં રાજકોટ વાસીઓને ભયભીત થયા વિના સ્વચ્છતા - સ્વસ્થતા અને સજાગતાના પ્રકૃતિના સંદેશને અપનાવી કોરોના સામેની લડાઈ લડવા રાજકોટના જાણીતા સંગીતકાર ડો. ઉત્પલ જીવરાજાનીએ પ્રેરક સંદેશ આપ્યો છે.

ડો. જીવરાજાની કહે છે કે, કોરોનાના મિથ્યા સમાચારો આપણી સામે આવી રહયાં છે, તેનાથી આપણે ભયભીત નથી થવાનું, આપણે લડવાનું છે. કુદરતી આપત્ત્િ।ઓ, પ્રકૃતિજન્ય વિકારો અને મહામારીનો સામનો કરી ગુજરાત અને રાજકોટના લોકોએ ખુમારી બતાવી છે, અને તેને હરાવી છે. રાજય સરકાર અને આયુષ મંત્રાલય દ્વારા આપણને વખતો - વખત કોરોના પહેલા, કોરોના સમયે અને કોરોના થયાં પછી શું કરવુ જોઈએ ?  તેની ગાઈડ લાઈન મળતી રહી છે, અને તેના સારા પરિણામો આપણને મળી રહયાં છે. અત્યારનો સમય છે કોરોના સામે લડવાનો અને આપણી આર્થિક પ્રવૃત્ત્િ।ને વેગવંતી બનાવવાનો.

રાજકોટ જિલ્લામાં કોરોના પોઝીટીવ આવેલ લોકો સમયાંતરે કોરોના મૂકત થયા છે. આપણે ડરવાનું નથી, આપણે આ મહામારી સાથે લડવાનું છે. લડશે રાજકોટ, જીતશે રાજકોટ. હારશે કોરોના, જીતશે રાજકોટ.

(3:44 pm IST)