રાજકોટ
News of Friday, 18th September 2020

ગીતાનગરમાં ૧૦ વર્ષની પ્રાર્થના આદ્રોજાનું બેભાન થયા બાદ મોત

રાજકોટ તા. ૧૮: ગોંડલ રોડ પર ગીતાનગર-૬/૭માં રહેતી પ્રાર્થના ગોૈતમભાઇ જયંતિભાઇ આદ્રોજા (પટેલ) (ઉ.વ.૧૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર પ્રાર્થનાને કેન્સર હતું. તે ધોરણ-૫માં ભણતી હતી. બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(12:45 pm IST)