રાજકોટ
News of Wednesday, 18th September 2019

હેલ્મેટની હૈયાહોળી

આંદોલન શરૂ કરે એ પહેલા કોંગીજનોની અટકાયત

ધરણા માટેની મંજુરી ન મળી છતાં જીલ્લા પંચાયત-અકિલા ચોકમાં કોંગી આગેવાનો કાર્યકરો ઉમટી પડ્યા...અગાઉથી જ તૈયારીમાં ઉભેલી પોલીસે ઉઠાવી લીધા : આગેવાનો-કાર્યકરોને પકડી હેડકવાર્ટર લઇ જવામાં આવતાં ત્યાં રામધૂન બોલાવી-ઉપવાસઃલોકશાહીનું ગળુ દબાવવા પ્રયાસઃ કોંગીનો આક્રોશ

ચાલો કોઇ વિરોધ દર્શાવવાનો નથીઃ હેલ્મેટનાં કાળા કાયદા સામે વિરોધ દર્શાવવા શહેર કોંગ્રેસનાં ધરણાનું આયોજન થયેલ પરંતુ ધરણા થાય તે પહેલા જ પોલીસે આગેવાનોની અટકાયતો શરૂ કરી હતી તે વખતે સર્જાયેલ ઝપાઝપીનાં દ્રશ્યો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૮: શહેરમાં નવા લાગુ કરાયેલ આર.ટી.ઓ. અને ટ્રાફિક નિયમો સામે લડત આપવાં શહેર કોંગ્રેસનાં આગેવાનો સજજ થયા છે અને આ લડતનો પ્રારંભ આજે તા. ૧૮ થી ર૦ એમ સતત ત્રણ દિવસ સુધી રેસકોર્ષ જીલ્લા પંચાયત ચોક ખાતે ધરણા યોજીને કરવામાં આવનાર હતો પરંતુ ધરણા માટે પોલીસ તંત્ર મંજુરી નહિં આપતા તો સવિનય કાનુન ભંગ કરીને પણ ધરણા યોજવાની મકકમતાં સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર સહિતનાં કોંગી આગેવાનો સવારે જીલ્લા પંચાયત ચોકમાં એકત્રીત થતાં પોલીસે ધરણાનો કાર્યક્રમ યોજાય તે પહેલાજ તમામ ર૦ થી રપ જેટલાં આગેવાનો-કાર્યકરોની અટકાયત કરી પોલીસ હેડ કવાર્ટરે લઇ ગયેલ જયાં તમામ કોંગી આગેવાનોએ રામધુન બોલાવીને ઉપવાસ કર્યા હતાં.

આ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જણાવ્યું છે કે ભારત સરકાર પરિવહન વિભાગના મંત્રી નીતિન ગડકરી દ્વારા અમલમાં મુકવામાં આવેલ નવા આર.ટી.ઓ. અને ટ્રાફિક નિયમો એ કાળા કાયદા સમાન બનાવેલ છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એ કાયદાના વિરોધમાં સતત ત્રણ દિવસ સુધી તા. ૧૮/૯, ૧૯/૯, ર૦/૯ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકથી બપોરે રઃ૦૦ કલાક સુધી પ્રતિક ઉપવાસ કરવામાં આવનાર હતા.તેઓએ જણાવેલ કે, સરકાર પાસે સ્પષ્ટ માંગણી છે કે નવા આકરા ટ્રાફિક નિયમો રદ થવા જોઇએ અને વ્યવહારિક નિયમોજ લાગુ કરવા જોઇએ જે દરેક નાગરિકોની માંગ છે.

આ સમગ્ર ધરણાનાં આયોજનને સફળ બનાવવાં અશોકભાઇ ડાંગર-પ્રમુખ, શહેર કોંગ્રેસ સમિતિ, મહેશભાઇ રાજપૂત-પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ સમિતિ, ડો. હેમાંગભાઇ વસાવડા-ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જશવંતસિંહ ભટ્ટી મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, પ્રદીપભાઇ ત્રિવેદી-કોંગ્રેસ આગેવાન, ગાયત્રીબા વાઘેલા-પ્રમુખ, ગુજરાત મહિલા કોંગ્રેસ, દિનેશભાઇ મકવાણા-મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, દેવેન્દ્રભાઇ ધામી-મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રહીમભાઇ સોરા-મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજદીપસિંહ જાડેજા-મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, મુકેશભાઇ ચાવડા-મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ધરમભાઇ કામલીયા-મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ઉર્વશીબેન પટેલ-મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, મયુરસિંહ જાડેજા-સહમંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જયપાલસિંહ રાઠોડ-પ્રમુખ, રાજકોટ શહેર યુવક કોંગ્રેસ, નરેન્દ્ર સોલંકી-પ્રમુખ રાજકોટ શહેર એનએસયુઆઇ, મનીષાબા વાળા-પ્રમુખ, રાજકોટ મહિલા કોંગ્રેસ, ભાવેશ ખાચરીયા-મુખ્ય સંગઠક, રાજકોટ સેવાદળ, મુકુંદ ટાંક-પ્રમુખ, જીલ્લા યુવક કોંગ્રેસ, રોહિતસિંહ રાજપૂત-પ્રમુખ, જીલ્લા એનએસયુઆઇ, વશરામભાઇ સાગઠીયા-વિરોધ પક્ષના નેતા, મનસુખભાઇ કાલરીયા-ઉપનેતા વિરોધ પક્ષ તેમજ તમામ કોર્પોરેટરશ્રીઓ, વિવિધ સેલના પ્રમુખશ્રીઓ, તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના વોર્ડ પ્રમુખો અને કોંગ્રેસના તમામ આગેવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:14 pm IST)