રાજકોટ
News of Saturday, 18th August 2018

બાળકના નાકમાં ફસાયેલ રબ્બરનો ટુકડો દુરબીનથી કાઢી આપતા ડો. હિમાંશુ ઠક્કર

રાજકોટ તા ૧૮ : જાણીતા કાન નાક ગળાના ડોકટર હિમાંશુ ઠક્કરે તાજેતરમાં પાંચ વર્ષના બાળકના નાકમાં  ફસાયેલ રબ્બર નો ટુકડો દુરબીન વડે દુર કર્યો છે.

અત્રે પ્રાપ્ત માહીતી મુજબ પાંચ વર્ષના બાળકને છેલ્લા ૧ મહીનાથી નાકમાંથી ડાબી બાજુથી લોહી નીકળવાની સમસ્યાથી પરેશરાન હતું  દર્દીના પીતા જે ઉતર પ્રદેેશના ધાનેપુર ના રહેવાસી છે તે જણાવે છે કે બાળકને ઉતર પ્રદેશમાં છેલ્લા ૧ મહીનાથી ઘણી દવાઓ કરાવી અંતે ફરક નહીં જણાતા રાજકોટ ખાતે તેમના સબંધી ના કહેવાથી બાળકને ઉતરપ્રદેશથી રાજકોટ લાવ્યા અને અહીં વિદ્યાનગર રોડ સ્થિત ડો હિમાંશુ ઠક્કરન ેબતાવતા ડો. ઠક્કરે દુરબીન વડે નાકમાં તપાસ કરતા માલુમ પડયું કે બાળક ના નાકમાં ડાબી બાજુ ઉંડે કંઇક ફસાયેલ છે ડો. ઠક્કર ેતાત્કાલીક દુરબીન વડે ગણત્રીની મીનીટોમા ંજ તે કાઢી આપ્યું અને  જોતા માલુમ પડયુંકે ૧ સીએમ આશરે સાઇઝ નો રબ્બરનો ટુકડો કે જે છેલ્લા ૧ મહીનાથી નાકમાં ફસાયેલ રહ્યો અન ેતેના ઇન્ફેકશન ને લીધે નાકમાંથી લોહી નીકળતું હતું. દર્દીના પિતા મહમદભાઇ એે દિલથી ડો.હિમાંશું ભાઇનો આભાર માન્યો હતો અને છેક ઉતરપ્રદેશ થી રાજકોટ લાવેલ પોતાના બાળક ને યાતના મુકત થયેલ હોઇ ભાવવિભોર બની ગયેલ.

ડો. ઠક્કરના જણાવ્યા મુજબ આવા કિસ્સામાં જયારે બાળક નાનુ હોય અને  રમતા રમતા કંઇક નાકમાં નાખી દે તયારે સમસ્યા ગંભીર થઇ જાય છે અને મહીના જેટલો સમય વીતી જવાથી ઇન્ફેકશન થઇ ગયેલ તેથી બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે ડો હિમાંશુ ઠક્કર, ૨૦૨  લાઇફ લાઇન, વિદ્યાનગર મેઇન રોડ મો.નં. ૯૪૨૮૦ ૦૩૮૪૮ (૩.૧૫)

 

(3:39 pm IST)