રાજકોટ
News of Saturday, 18th August 2018

પાડોશીની હત્યાની કોશિષના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ તા.૧૮: પાડોશીની ખુનની કોશીષના ગુન્હામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો કોર્ટે ફરમાવેલ હતો.

આ કેસની ટૂંકી વિગત એવી છે કે આ કામના ફરીયાદી જયશ્રીબેન જગદીશભાઇ ભટ્ટ,..વ.૬૫, રહે.સદગુરૂ કોલોની, એ.જી. ચોક, રાજકોટવાળાએ માલવીયાનગર પો.સ્ટે. માં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે આ કામના આરોપી સંજયસિંહ અનિરૂધ્ધસિસંહ જાડેજાએ આ કામના ફરીયાદીના પૌત્ર નવજીતને તા.૨૨-૪-૨૦૧૫ના કલાક ૧૮:૦૦ વાગ્યાના અરસામાં કમ્પાઉન્ડમાં બગીચા પાસે તેમની ટાટા એસ્ટેટ કાર રાખી તેમાં બેસેલ હતા અને ટાટા એસ્ટેટના કાચ આ કામના સાહેદ મેહુલભાઇ ઉર્ફે મોટો મોર માનસીંગભાઇ રાઠોડ સાફ કરતા હતા ત્યારે આ કામના આરોપી સંજયસિંહ જાડેજાએ જણાવેલ કે આ કાર કોની છે? જેથી આ કામના ઇજા પામનાર નવજીતએ જણાવેલ કે કાર અમારી છે. તેવું કહેતા આ કામના ઇજા પામનાર નવજીતને સંજયસિંહ ગાળો આપી લાકડાના ધોકાના બે ઘા માથામાં મારી ગંભીર જીવલેણ ઇજા કરી મોત નિજપાવવાની કોશીષ કરી હતી.

આ કામના ફરીયાદી જયશ્રીબેન ભટ્ટ તથા જીજ્ઞાબેન ભટ્ટ વચ્ચે પડતા આ કામના આરોપીએ તેમને પણ લાકડાના ધોકાથી માર મારી મુંઢ ઇજા કરી. પોલીસ કમિશ્નરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ એ મતલબની ફરીયાદ આઇ.પી.સી.ની કમલ ૩૦૭, ૩૨૩, ૫૦૪, જી.પી. એકટની કલમ ૧૩૫ (૧) મુજબ નોંધાયેલ હતો.

આ કેસ રાજકોટની એડી.સેશન્સ કોર્ટમાં ચાલી જતાં બન્ને પક્ષના વકીલની દલીલો તથા હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લેતા ફરીયાદ પક્ષ પોતાનો કેસ નિઃશકપણે સાબિત કરી શકેલ નહી અને આ કામના આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ રાજકોટની એડી.સેશન્સ અદાલતે કરેલ છે.

આ કામના આરોપી સંજયસિંહ જાડેજા વતી રાજકોટના જાણીતા વકીલ રૂપરાજસિંહ પરમાર, અજીત પરમાર, કુલદિપીસિંહ જાડેજા રોકાયેલ હતા.(૧૭.૫)

(2:46 pm IST)