રાજકોટ
News of Saturday, 18th August 2018

શાપર-વેરાવળના કેશવનગરમાં જુગાર રમતા પાંચ મહિલા સહિત ૮ ઝડપાયા

અરજણ, સુરેશ, શૈલેષ, મધુ, વનીતા, રેખા, કંચન અને ભાવનાની ધરપકડ

રાજકોટ, તા. ૧૮ : શાપર-વેરાવળમાં આવેલ કેશવનગરમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતી પાંચ મહિલા સહિત આઠ શખ્સોને ઝડપી લીધા છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળ પોલીસ મથકના હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીના આધારે શાપર-વેરાવળના કેશવનગરમાં દરોડો પાડછી તીનપતીનો જુગાર રમતા પારડીનો અરજણ કાનાભાઇ બગડા, સુરેશ ભાણજીભાઇ વાછકીયા, શાપરના શૈલેષ મનસુખભાઇ વાઘેલા અને મધુ શૈલેષ વાઘેલા, વેરાવળની વનીતા જયેશભાઇ સીંધવ, શાપર શિતળા માતાના મંદિર પાસે રહેતી રેખા કમલેશભાઇ વાઘેલા, કંચન મોહનભાઇ સોંદરવા અને રાજકોટ આંબેડકરનગરની ભાવના દીપકભાઇ બગડાને પકડી લઇ રૂ. ૬પ૩૦ની રોકડ તથા ૬ મોબાઇલ ફોન મળી રૂ. રર૬૩૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(2:23 pm IST)