રાજકોટ
News of Thursday, 18th July 2019

બળાત્કાર, હ્યુમન ટ્રાફીકીંગ જેવા ગંભીર ગુન્હાઓ અટકાવવા મહિલા પોલીસનું ખાસ યુનીટ રચાયું

રાજકોટ,તા., ૧૮: પોલીસ કમિશ્રર મનોજ અગ્રવાલ દ્વારા મહિલા પોલીસ સ્ટેશનની અંડરમાં જ 'ઇન્વેસ્ટીગેટીવ યુનીટ   ક્રાઇમ અગેઇન્સ્ટ વુમેન' નામની નવી પાંખ ઉભી કરવામાં આવી છે. આ પાંખમાં મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર એન.બી.ડોડીયા, મહિલા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.જે.લાઠીયા, હેડ કોન્સ્ટેબલ શૈલેષ મકવાણા અને મહિલા હેડકોન્સ્ટેબલ દીયાબેન એવીયાની નિમણુંક કરવામાં આવી છે.

ગૃહ વિભાગ અને સીઆઇડી ક્રાઇમના મહિલા સેલના પોલીસ મહાનિર્દેશકની સુચના મુજબ આ નવું યુનીટ રચવામા ંઆવ્યું છે. મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ સેજલ પટેલના સુપરવીઝન હેઠળ આ યુનીટ કાર્યરત રહેશે. સામુહીક બળાત્કાર, હ્યુમન ટ્રાફીકીંગ જેવા ગંભીર ગુન્હાઓની તપાસ અને ગુન્હા સંશોધનનું કામ આ યુનીટ દ્વારા કરવામાં આવશે.

(3:53 pm IST)