રાજકોટ
News of Wednesday, 18th July 2018

વર્ષો સુધી ફાઈલો પેન્ડીંગ રાખીને થતા ભ્રષ્ટાચારની બારી બંધ કરાવતા સ્ટે. ચેરમેન

તમામ ફાઈલોની સમય મર્યાદાનો હિસાબ માંગ્યો

રાજકોટ, તા. ૧૮ :. મ્યુ. કોર્પોરેશનમાં વિવિધ કોન્ટ્રાકટો અને ખર્ચાઓની ફાઈલો મહિનાઓ તથા વર્ષો સુધી પેન્ડીંગ રાખી અને ભ્રષ્ટાચાર કરવાની બારીને સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે બંધ કરાવી દેવા નિર્ણય લઈ અને હવે પછી સ્ટેન્ડીંગ કમિટિમાં જે જે દરખાસ્ત આવે તેની સાથે તે દરખાસ્તની મૂળ ફાઈલ કેટલા સમયથી પેન્ડીંગ છે ? તેનો હિસાબ પણ રજૂ કરવા અધિકારીઓને સૂચના આપી છે. આજની સ્ટેન્ડીંગ કમિટિમાં જે ફાઈલો હતી તેમાં ટાયર-ટયુબ ખર્ચની ૪૩૩ દિવસ, મંડપ કોન્ટ્રાકટની ૩૧૫ દિવસ, ટ્રેકટર ખરીદીની ૨૯૭ દિવસ આમ આ મુજબ પેન્ડીંગ હોવાનું બહાર આવ્યુ હતું.(૨-૧૫)

(4:19 pm IST)