રાજકોટ
News of Wednesday, 18th July 2018

વોર્ડ નં. ૧૩ માં ઠેર-ઠેર કચરાના ઢગલાઃ જાગૃતિબેન ડાંગર

રાજકોટ : શહેરને સ્વચ્છ બનાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વન-ડે થ્રી વોર્ડ સફાઇ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝૂંબેશ સામે વોર્ડ નં. ૧૩ ના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે  જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૧૩ માં સફાઇ ઝૂંબેશ કરવામાં આવી હોવા છતાં વિવિધ વિસ્તારમાં કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. ૪ મહિનામાં બબ્બે વખત સફાઇ ઝૂંબેશ કરવામાં આવતી હોય છતાં ઠેર-ઠેર ગંદકી જોવા મળી રહ્યાનો આક્ષેપ જાગૃતીબેનએ કર્યો છે. (પ-૩૬)

(3:38 pm IST)