રાજકોટ
News of Friday, 18th June 2021

ડાંગરવાડામાં નર્મદાના નીરને વધાવતા ગોવિંદભાઇ પટેલ

રાજકોટઃ સૌની યોજના હેઠળ શ્રી નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પ મુજબ સૌરાષ્ટ્રને ૧૧પ ડેમ તથા ચેકડેમ નર્મદાના નીરથી ભરવાના સંકલ્પ સાથે શરૂ કરવામાં આવેલ સૌની યોજના મારફતે કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામે પાણી પહોંચતા ડાંગરવાડામાં જન્મેલા અને ઉછરેલા ત્યાંના ખેડુત ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે ગ્રગ્રામજનો તથા સરપંચશ્રી સાથે રહીને નર્મદાના નીરને વધાવ્યા હતા. રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાના ચાંદલી ગામ પાસેથી વાલ્વ ખોલી પાણી છોડવામાં આવેલ જે ચાંદલી, જેતાકુબા, ડાંગરવાડાના ચેક ડેમ ભરીને ડાંગરવાડા ખાતે ફોફળ ર ડેમમાં પાણીનો ભરાવો શરૂ થયેલ જે ત્રણેક દિવસમાં ભરાઇને કેનાલ મારફતે નોંધણચોરા, ગુંદા, મેટીયા, મખાકરોડ જેવા ગામોને તેના પાણીનો લાભ મળશે. નર્મદાનું પાણી આવતા ગ્રામજનોએ ખુશી વ્યકત કરેલ અને ધારાસભ્યશ્રીને પોતાનું ગામ યાદ રાખીને કરેલ કામગીરી બદલ અભિનંદન આપેલ.

(4:22 pm IST)