રાજકોટ
News of Friday, 18th June 2021

શહેરમાં ૬૩ ભંગારના ડેલામાં મચ્છરોનો ઉપદ્રવ : નોટીસ

મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વિવિધ વિસ્તારમાં ચેકીંગ

રાજકોટ તા. ૧૮ : મ.ન.પા.ના મેલેરિયા વિભાગ દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં વાહકજન્ય રોગ નિયંત્રણ હેઠળ ૯૫ ભંગાર અને ટાયરના વેપારીઓને ત્યાં મચ્છર ઉત્૫તિ સબબ તપાસ કરવામાં આવી. મચ્છર ઉત્૫તિ અથવા મચ્છર ઉત્૫તિ થાય તેવી પરિસ્થિતી જોવા મળતા ૬૩ને નોટીસ પાઠવવામાં આવી છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આથી ખાસ કરીને ચોમાસા ઋતુને ઘ્યાનમાં રાખીને મેયર ડો. પ્રદિ૫ ડવ, ડેપ્યુટી મેયર ડો દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક ૫ક્ષ નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતી ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયાની સુચના અનુસાર આરોગ્ય અધિકારી ડો. લલીત વાજા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારી ડો. મનીષ ચુનારા તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા તા.૧૫ અને તા.૧૬ દરમ્યાન પ્લાસ્ટીક કે અન્ય ભંગાર અથવા તો ખુલ્લી જગ્યામાં પાણી ભરાય તેવો સામાન રાખતા હોય તેવા ભંગાર અને ટાયરના વેપારીઓને ત્યાં મચ્છર ઉત્પત્ત્િ। સ્થાન અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી ૫રિસ્થિતી જોવા મળે તો કાયદાકીય રીતે નોટિસ ઇસ્યુ કરી મચ્છર ઉત્પત્ત્િ। સ્થાનો ન થાય તે માટે સમજ આપવામાં આવી હતી.

આ કામગીરીમાં જુદા – જુદા વિસ્તારોમાંથી કૂલ – ૯૫ ભંગારના ડેલા અને ટાયરના વેપારીઓની મુલાકાત લઇ ૬૩ ને મચ્છરની ઉત્પતિ જોવા મળતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી પરિસ્થિતી જોવા મળતા નોટીસ આ૫વામાં આવેલ.

જેમાં દેવાભાઇ ભંગારનો ડેલો - રૈયાઘાર મફતીયું, હિરાભાઇનો ભંગારનો ડેલો - રૈયાઘાર મફતીયું, ગુજરાત ૫સ્તી ભંડાર - સતાઘાર પાર્ક મે. રોડ, એ - વન પસ્તી ભંડાર - સતાઘાર પાર્ક મે. રોડ, ગુજરાત પસ્તી ભંડાર - શાસ્ત્રીનગર મે. રોડ, એમ.આર. સ્ક્રે૫ - રૈયાઘાર મફતીયુ, અમરીશભાઇ ભંગારનો ડેલો - રૈયાઘાર મફતીયું, એજી. બીટ ઓફ ભંગારનો ડેલો - રૈયાઘાર મફતીયું, ભારત સ્ક્રે૫ - સાઘુવાસવાણી રોડ, ચામુંડા સ્ક્રે૫ - સાઘુવાસવાણી રોડ, જય મહાકાળી પસ્તી ભંડાર - સાઘુવાસવાણી રોડ, વન સ્ક્રે૫ - સાઘુવાસવાણી રોડ, મહાદેવ પસ્તી ભંડાર - સાઘુવાસવાણી રોડ, શ્રી ગણેશ સ્ક્રે૫ - સાઘુવાસવાણી રોડ, ચામુંડા સ્ક્રે૫ - સાઘુવાસવાણી રોડ, ભોલા સ્ક્રે૫ - સાઘુવાસવાણી રોડ, રાજ શકિત સ્ક્રે૫ - જે. કે. ચોક યુનિ. રોડ, શીતલ સ્ક્રે૫ - યુનિ. રોડ શિવઘામ પાસે, શિવ કૃપા સ્કૈ૫ - યુનિ. રોડ વિષ્ણુવિહાર સામે, જય સ્ક્રે૫ - પાણી પુરવઠા બોર્ડની ઓફીસ સામે યુનિ. રોડ, ક્રિષ્ના સ્કે૫  - આંબેડકરનગર, ગોકુલ સ્ક્રે૫ - નેહરૂનગર સોસા., નાનામવા રોડ પાસે, ગણેશ સ્ક્રે૫ - ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ., સાંવરીયા પસ્તી ભંડાર - ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ., ખોડીયાર સ્ક્રે૫ - ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ., આશાપુરા સ્ક્રે૫ - ૪૦ ફુટ રોડ ઓમનગર બી.આર.ટી.એસ., સંજરી સ્ક્રે૫ - વાવડી મે. રોડ, અનમોલ સ્ક્રે૫ - બરકતીનગર, ગુલાબભાઇ  - રસુલ૫રા મે. રોડ, આર. કે. સ્ક્રે૫ - રસુલ૫રા મે. રોડ, રેહાન સ્ક્રે૫ - પુનીત પાર્ક મે. રોડ, લાઇક પઠાણ  - વાવડી ગામ મે. રોડ, ફકીર ઉદ હસન - વાવડી ગામ મે. રોડ, બબલુ પઠાણ - વાવડી ગામ મે. રોડ, જલારામ જયવેસ્ટ સપ્લાયર - જંકશન પ્લોટ, સીંઘી કોલોની, જય ઝુલેલાલ સ્ક્રે૫ - સીંઘી કોલોની, ઝુલેલાલ મંદીર બાજુમાં ભંગારનો ડેલો - કોઠારીયા રીંગ રોડ, દેવદરબાર ૫સ્તી ભંડાર - કોઠારીયા મેઇન રોડ, રામદેવ પસ્તી ભંડાર - શ્રમજીવી સોસા. મેઇન રોડ, શ્રી બી. જે. ટ્રેડસ - સર્વિસ રોડ, માર્કેટીંગ યાર્ડ, શ્રી તન્ના સ્ક્રે૫ - પટેલ પાર્ક  -  ૧, પેડક રોડ, આંબા સ્ક્રે૫ - માર્કેટીંગ યાર્ડ સર્વિસ રોડ, બુરાનીશ સ્ક્રે૫ - સર્વિસ રોડ, માર્કેટીંગ યાર્ડ, દેવ પ્લાસ્ટીક - શકિત સોસા., સર્વિસ રોડ, એમ.એમ. રૂપારેલીયા - લાતી પ્લોટ, કુવાડવા રોડ, બાબુભાઇ સાગઠીયા - કુવાડવા રોડ, સ્ટાર ટ્રેડર્સ  - લતી પ્લોટ, પિન્ટુરાજ સ્ક્રે૫ - મોરબી રોડ, એચ. એમ. એન્ટર પ્રાઇઝ - મોરબી રોડ, શ્રીજી ટ્રેડર્સ - મોરબી રોડ, ઘર્મભકિત સ્ક્રે૫  - મોરબી રોડ જુનો, ચાવડા સ્ક્રે૫  - ભાવનગર મે. રોડ, બાલાજી ટાયર - ભાવનગર મે. રોડ, તિરૂપતિ ટાયર - ભાવનગર મે. રોડ, ચાનિયા સ્ક્રે૫ - ભાવનગર મે. રોડ, અમીરભાઇ ભંગારવાળા - ભાવનગર મે. રોડ, ન્યુ લક્ષ્મી સ્ક્રે૫ - ભાવનગર મે. રોડ, આકાર સ્ક્રે૫ - ૫રસાણા  -  ૮, સકીલભાઇ ભંગારવાળા - જંગ્લેશ્વર, આબીદ ભંગારવાળા - ૮૦ ફુટ રોડ, મુબારક સ્ક્રે૫ - પટેલનગર  -  ૧૦, એ. એસ. સ્ક્રે૫ - પટેલનગર  -  ૪, શિવશકિત સ્ક્રે૫ - નેશનલ હાઇવે સહિતનો સમાવેશ થાય છે.

(3:18 pm IST)