રાજકોટ
News of Friday, 18th June 2021

રાજકોટ શહેર-જીલ્લામાં આજે ૧ મોતઃ બપોર સુધીમાં ૬ કેસ

શહેરનો કુલ કેસનો આંક ૪૨,૫૯૯ થયોઃ આજ દિન સુધીમાં ૪૧,૭૫૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૦૧ ટકા થયોઃ હાલમાં ૬૨૪ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા.૧૮: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૧ દર્દીનું મૃત્યુ થયું છે. જયારે શહેરમાં બપોર સુધીમાં માત્ર ૬ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૭ નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૮નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૧ દર્દીઓએ દમ તોડયો  હતો.

ગઇકાલે ૩ પૈકી ૨ મૃત્યુ કોરોનાને કારણે  થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૫૭૬૬ બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૬ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૮ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૫૯૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૭૨૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૦૫  ટકા થયો  હતો. જયારે ૪૯ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૧,૧૪,૦૨૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૫૯૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૩ ટકા થયો છે.જયારે રિકવરી રેટ ૯૮.૦૧ ટકાએ પહોંચયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૬૨૪  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:16 pm IST)