રાજકોટ
News of Tuesday, 18th June 2019

કુદરતની 'સાઇકલ' ચાલે તો જ માણસની 'સાઇકલ' ચાલે...

શિયાળો, ઉનાળો, ચોમાસુ...ને ફરી એ જ ઋતુ...કુદરતની આ સાઇકલ ચાલતી રહે તો જ માનવજીવનની સાઇકલ પણ ચાલતી રહે છે...કુદરતની સાઇકલમાં જો કયારેક ખોટકો સર્જાય તો માનવજીવ માટે ખતરા ઉભા થતાં હોય છે...આજે વરસતા વરસાદમાં રેઇનકોટ પહેરેલા એક વ્યકિત સાઇકલ હંકારીને જતાં હતાં, એ કુદરતનો મનોમન આભાર માનતા હશે કે કુદરત તારી સાઇકલ હમેંશા બરાબર ચલાવજે, જેથી કરીને અમારા અસ્તિત્વની ગાડી આગળ ચાલતી રહે!  (ફોટોઃ અશોક બગથરીયા)

(4:11 pm IST)