રાજકોટ
News of Tuesday, 18th June 2019

લોક સહકારથી ડીવાઇડરોમાં વૃક્ષારોપણનો પ્રારંભ ૧પ દિવસમાં શહેરભરના રસ્તાઓ હરિયાળા થશે

માનવ સેવા ટ્રસ્ટનાં શ્રી વિજયભાઈ ડોબરીયા અને સદસ્યોનાં સહકાર સાથે પુનીત પાર્કથી સર્વોદય સ્કૂલ, મવડી ગ્રીન પાર્ટી પ્લોટ તથા ગોળ નેસ્ટ થી ઇસ્કોન હાઈટ્સ, કણકોટ રોડ તેમજ શીતલ પાર્ક રોડ પરના ડીવાઈડરોમાં વૃક્ષો વાવવાનો પ્રારંભ : ઘનિષ્ઠ વૃક્ષારોપણ માટે ઝુંબેશમાં સામેલ થવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીનો અનુરોધ

રાજકોટ તા,૧૮ : રાજકોટ શહેરમાં દ્યનિષ્ઠ વૃક્ષારોપણ થાય તેવા ઉમદા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંસ્થાઓ અને અન્ય નાગરિકોનાં સાથસહકાર સાથે મહત્ત્।મ સંખ્યામાં વૃક્ષારોપણ થાય અને શહેરના ગ્રીન કવરનો વ્યાપ ક્રમશૅં વધે તે માટે હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસો અંતર્ગત શહેરના તમામ રોડ ડીવાઈડરમાં વૃક્ષારોપણ કરવાની કામગીરી જનભાગીદારી સાથે શરૂ કરવામાં આવી છે; અને આગામી ૧૫ દિવસમાં તમામ ડીવાઈડરમાં વૃક્ષારોપણ પૂર્ણ કરી લેવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

આ અંગે વિશેષ વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે,ઙ્ગરાજકોટ મહાનગરપાલિકા અને વિવિધ સંસ્થાઓના સહયોગ સાથે આગામી ૧૫ દિવસમાં શહેરનાં તમામ ડીવાઈડરોમાં વૃક્ષો વાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવનાર છે. હાલમાં ચાલી રહેલી કામગીરીમાં માનવ સેવા ટ્રસ્ટનાં શ્રી વિજયભાઈ ડોબરીયા અને સદસ્યોનાં સહકાર સાથે પુનીત પાર્કથી સર્વોદય સ્કૂલ, મવડી ગ્રીન પાર્ટી પ્લોટ તથા ગોળ નેસ્ટ થી ઇસ્કોન હાઈટ્સ, કણકોટ રોડ તેમજ શીતલ પાર્ક રોડ પરના ડીવાઈડરોમાં વૃક્ષો વાવવામાં આવી રહયા છે. આવી જ રીતે શહેરની અન્ય તમામ સામાજિક સેવાભાવી સંસ્થાઓ રાજકોટનાં જાહેર હિતમાં અને પર્યાવરણની રક્ષા કરવાના ઉમદા હેતુ માટે શહેરમાં કુલ ૨ લાખ વૃક્ષો વાવવાનો અને ઉછેરવાનો જે લક્ષ્ય નિર્ધારિત કરાયો છે તેને પરિપૂર્ણ કરવામાં આગળ આવે તે વર્તમાન સમયની માંગ છે.

મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં કહ્યુંુ હતું કે, શહેરના તમામ લોકો અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો સહકાર આપશે તો ૨ લાખ વૃક્ષો વાવવાનો આ લક્ષ્ય એવો મોટો નથી કે તેને સિદ્ઘ ના કરી શકાય. વૃક્ષારોપણ કર્યા બાદ તેનો ઉછેર કરવો એ પણ બહુ મહત્વનું કાર્ય છે. હજુ સમય છે કે આપણે પર્યાવરણને યાદ કરી વૃક્ષોનો ઉછેર કરીએ. પછી સમય જતા એવું ન બને કે પર્યાવરણ આપણને યાદ કરે. શહેરમાં હરિયાળી હશે તો શહેરમાં ગ્રીન કવરના પરિણામે શહેરનું તાપમાન આશરે ત્રણથી ચારેક ડીગ્રી ઓછું થઇ શકે છે. જો વૃક્ષારોપણ નહી કરીએ તો પર્યાવરણ આપણને સતત યાદ આવવાનું જ છે,ઙ્ગ તો અત્યારથી પર્યાવરણની જાળવણી કરીએ અને બધા સાથે મળીને વૃક્ષોનો ઉછેર કરીએ.

(3:52 pm IST)