રાજકોટ
News of Tuesday, 18th June 2019

ઘાંચીવાડમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો ધવલ બુસા પકડાયો

રાજકોટ તા. ૧૮: ઘાંચીવાડમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા પટેલ શખ્સને એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એન. કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ. વી. સાપારા, એએસઆઇ ભરતસિંહ ગોહીલ, હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ડી. ડી. જાડેજા, મેરૂભા ઝાલા, અશોકભાઇ ડાંગર, હાર્દિકસિંહ પરમાર તથા નરેશભાઇ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, હારૂનભાઇ તથા હાર્દિકસિંહને મળેલી બાતમીના આધારે ઘાંચીવાડમાં દરોડો પાડી વર્લ્ડ કપની વેસ્ટ ઇન્ડીઝ અને બાંગ્લા દેશ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ધવલ નાનજીભાઇ બુસા (ઉ.વ.રપ) (રહે. પુનીતનગર-ર ભવાની પાર્કની બાજુમાં) ને પકડી લઇ રૂ. રપ૦૦૦ રોકડા તથા બે મોબાઇલ અને એકટીવા મળી રૂ. ૭પ૦૦૦ની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:47 pm IST)