રાજકોટ
News of Tuesday, 18th June 2019

૨૧મીએ બહેનો માટે નિઃશુલ્ક મેગા યોગ સેમીનાર

નિશાબેન ભીમજીયાણી - રૂપાબેન બાવરીયા - સેજલબેન કોટક યોગ શીખવશે :રઘુવંશી પરિવાર દ્વારા આયોજન : બહેનોએ નામ નોંધાવી દેવા

રાજકોટ, તા. ૧૮ : યોગ દ્વારા બહેનોની તંદુરસ્તી સારી રહે તથા સ્વાસ્થ્ય નિરોગી રહે એવા આદર્શ ઉદ્દેશ સાથે રઘુવંશી પરીવાર મહિલા સમિતિ દ્વારા બહેનો માટે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં યોગ તજજ્ઞ ટ્રેનર બહેનશ્રી નિશાબેન ભીમજીયાણી, રૂપાબેન બાવરીયા તથા સેજલબેન કોટક તમામ બહેનોને યોગના પદ્ધતિસરના વિવિધ આસન બતાવી તમામ બહેનોને પણ પ્રેકટીકલ યોગ કરાવશે.

આ પ્રસંગે પતંજલી યોગ સેન્ટરના સૌરાષ્ટ્ર વિભાગના પ્રભારી તથા જિલ્લા અધ્યક્ષ નિશાબેન ઠુમર ઉપસ્થિત રહેશે. આ શિબિરમાં યોગ શીખવા આવનાર લાભાર્થી બહેનોએ યોગ મેટ, નેપકીન અને પાણીની બોટલ સાથે લઈને આવવાની રહેશે તથા યોગમાં આવનાર બહેનો માટે વ્હાઈટ ડ્રેસ કોડ રાખવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

યોગમાં જોડાવવા ઈચ્છુક બહેનોએ પોતાના નામ મનીષાબેન ભગદેવને મો.૭૦૧૬૮ ૬૮૮૨૯ ઉપર નોંધાવી દેવા જણાવાયુ છે.

કાર્યક્રમની સફળતા માટે મનીષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, તરૂબેન ચંદારાણા, શીતલબેન બુદ્ધદેવ, પ્રીતિબેન પાંઉ, શોભનાબેન બાટવીયા, જાગૃતિબેન ખીમાણી, કીરણબેન કેસરીયા તથા દિવ્યાબેન સાયાણી જહેમત ઉઠાવી રહ્યા છે.

તા.૨૧ના શુક્રવાર, સાંજે ૫ થી ૭, સ્થળ : ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, રેડક્રોસ હોલ, કુંડલીયા કોલેજ પાસે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:26 pm IST)