રાજકોટ
News of Tuesday, 18th June 2019

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ કર્મચારીઓના હકક - હિત અને તેના પ્રશ્નો માટે લડત આપે છેઃ હિરેન મહેતા

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા હાપા ખાતે રકતદાન કેમ્પ- વૃક્ષારોપણ

રાજકોટઃ વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા હાપા ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેનું ઉદ્ઘાટન મઝદૂર સંઘના જનરલ સેક્રેટરી દાદા માહુરકરજીના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે રેલ્વે મઝદૂર સંઘના પ્રેસીડન્ટ શ્રી શરિફખાન પઠાણ સીએમએસ ડો.જે.પી.રાવત, સેક્રેટરી હિરેન મહેતા તથા બહોળી સંખ્યામાં રેલકર્મચારીઓ ઉપસ્થિત રહેલ. આ કેમ્પમાં ૧૫૩ રકતદાતાઓએ રકતદાન કરેલ હતું.

આ સાથે હાપા હેલ્થ યુનીટ અને રેલ્વે કોલોનીમાં જનરલ સેક્રેટરી મઝદૂર સંઘના દાદા માહુરકરજી સાથે ડો.જે.પી.રાવત, સીએમએસ ડો.કાજલ, શ્રીમતી અવની ઓઝા, હિમાંશુભાઈ જાદવ વગેરે દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવેલ.

મુંબઈથી આવેલા વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘના જનરલ સેક્રેટરી તથા એનએફઆઈઆરના પ્રેસીડન્ટ દાદા માહુરકરજી અને વે.રે.મઝદુર સંઘના પ્રેસીડન્ટ શ્રી શરીફખાન પઠાણ રાજકોટ ડિવિઝનમાં આવતા રેલ કર્મચારીઓએ વિવિધ સ્ટેશનો સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, હાપા ખાતે સ્વાગત કરેલ હતું.

રકતદાન કેમ્પમાં રકતદાતાઓને પ્રેરણા આપતા ડિવિઝન સેક્રેટરી હિરેન મહેતાએ ૬૮મી વખત રકતદાન કરેલ હતું. તેઓના નેતૃત્વ હેઠળ ૧૯૮૮થી તેઓ રકતદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છે. શ્રી હિરેન મહેતાના નેતૃત્વ હેઠળ આવી માનવ સેવાની વિવિધ પ્રવૃતિઓ જેવીકે રકતદાન કેમ્પ, મેડીકલ કેમ્પ, વૃક્ષારોપણ, બોન ડેન્સીટી કેમ્પ, હોસ્પીટલમાં જરૂરીયાત વાળાની સેવા  વગેરે કરવામાં આવે છે.

હાપા ખાતે જ આવેલા જનરલ સેક્રેટરી દાદા માહુરકરજીએ રેલકર્મચારીઓની સભા સંબોધી હતી. આ સભાની શરૂઆતમાં રેલ કર્મચારી સચ્ચીદાનંદજીના કાર્યસ્થળ પર અકસ્માત થતાં મૃત્ય પામેલાઓને બેમિનિટનુ મૌન પાડી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ.

આ સભા દરમ્યાન દાદા માહુરહરજીએ રેલ કર્મચારીએને સંબોધિત કરતા કહ્યું હતું કે NFIR / WRMSએ કર્મચારીઓના હક અને હિત માટે સતત કાર્યરત સંગઠન છે. કર્મચારીઓ માટે રેલ્વે બોર્ડ સુધી તેમની સમસ્યાઓ પહોંચાડીને તેના નિરાકરણ માટે લડે છે અને તેમને વધુમાં વધુ સુવિધાઓ મળેએ માટે પ્રયત્નશીલ રહે છે.

હાલમાં જ ગ્રુપ ડી કર્મચારીઓ માટે પ્રમોશન હતુ રેલ્વે દ્વારા GDCE પરીક્ષા લેવામાં આવે છે. એ માટે WRMSએ દ્વારા સતત પ્રયત્ન કરીને લેવા માટેનું નોટીફીકેશન કાઢવામાં આવશે જે એક અત્યારની મહત્વની ઉપલબ્ધી છે. આ સિવાય પણ વિવિધ એલાઉન્સીસ, લીવ, પ્રોમોશન, કાર્યસ્થળની સુવિધાઓ વગેરે કર્મચારીઓના હકકમાં વધારો થતો રહ્યો છે. જે સંગઠનની સફળતા છે. કર્મચારીઓનો વિશ્વાસ અને પોતાનાપણુ NFIR / WRMS ની સાથે હંમેશા રહ્યા છે અને આગળ પણ રહેશે. એવો વિશ્વાસ દર્શાવેલ.

આવનારા યુનિયનની માન્યતા માટેની ચુંટણીમાં  WRMSને વોટ આપવા માટે રેલ કર્મચારીઓને અપીલ કરેલ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિરેન મહેતાના માર્ગદર્શન હેઠળ અને હિમાંશુ જાદવની આગેવાની હેઠળ પવન ત્યાગી, સંદિપ તાયડે, વી.ટી. અભરામ, દિલીપ જોશી, રાજદેવ સરવૈયા, બાબુ થોમસ, હર્ષદ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ ડિવિઝનના વિધધ સ્ટેશનોથી, વિવિધ કેટેગરીના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. જેમાં હિરેન મહેતાના નેતૃત્વ હેઠળ ડી.એસ.શેરાવત, જાકીર જામ, કેતન જાની, ગભરૂભાઈ, ભરતસિંહ, એલ.પી.યાદવ, દવે, આર.એચ.જાડેજા, ડી.આર.સોઢા, અમીત ભાર્ગવ, હરિસીંગ, મીશ્રાજી, મોહિત, કેતન ભટ્ટી, અભિષેક રંજન, સમીર પંડ્યા, રાકેશ કુમાર, મહેન્દ્રસિંહ, ઘનશ્યામભાઈ વગેરે ઉપસ્થિત રહેલ તથા મહિલાવિંગમાં અવની ઓઝાની આગેવાની હેઠળ પુષ્પા ડોડીયા, જયશ્રી સોલંકી, ધર્મીષ્ઠા પંજા, વિક્રમબા, જયોતિ મહેતા, મનિષા દિક્ષિત વગેરે ઉપસ્થિત રહેલ.

(11:20 am IST)