રાજકોટ
News of Monday, 18th June 2018

મોરબી રોડ પર બાઇક સ્લીપ થઇ જતાં આહિર મહિલા, પુત્રી અને દોહિત્રને ઇજા

ધર્મના ભાઇ રાજેશભાઇ પંડ્યાના બાઇકમાં બેસીને આવતા'તા ત્યારે બનાવ

રાજકોટ તા. ૧૮: મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે રિક્ષાચાલકે કાવો મારતાં બાઇક ચાલક નાડોદાનગરના બ્રાહ્મણ આધેડ કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ થતાં તેની સાથે બેઠેલા તેમના બહેન, ભાણેજ સહિત ત્રણને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ નાડોદાનગરમાં રહેતાં રાજેશભાઇ લાભશંકરભાઇ પંડ્યા (ઉ.૪૮) ગઇકાલે ધર્મના બહેન કુવાડવા રોડ ચામુડા સોસાયટીમાં રહેતાં હંસાબેન ગોવિંદભાઇ આહિર (ઉ.૪૫) તથા તેની દિકરી સોનલ જયંતિ કુગશીયા (ઉ.૨૨) અને સોનલના દિકરા હાર્દિક (ઉ.૩)ને બાઇકમાં બેસાડી સગાને ત્યાં બેસવા ગયા હતાં. પરત આવતી વખતે મોરબી રોડ જુના જકાતનાકા પાસે રિક્ષવાળાએ અચાનક કાવો મારતાં બાઇક સ્લીપ થઇ જતાં ચારેયને ઇજા થઇ હતી. જેમાં હંસાબેન, સોનલ અને હાર્દિકને દાખલ કરવા પડ્યા હતાં. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૮)

(12:50 pm IST)