રાજકોટ
News of Wednesday, 18th May 2022

સ્‍કુલોને બોગસ જોડાણ આપવાના કૌભાંડઃપ્રિન્‍ટર કબ્‍જે કરાયું: જયંતી સુદાણીને વધુ રિમાન્‍ડ પર લેવા તજવીજ

રાજકોટ, તા., ૧૮: બોર્ડ ઓફ  હાયર સેકન્‍ડરી એજયુકેશન દિલ્‍હીના નામે કોઇ પણ જાતની સરકારી શિક્ષ વિભાગની કે શૈક્ષણીક બોર્ડની માન્‍યતા મેળવ્‍યા વગર અમરેલીની ખાંભા સહીત ભારતભરમાં પ૭ જેટલી શાળાઓને ધોરણ ૧ થી ૧ર નું જોડાણ આપવાના કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ વાય.બી.જાડેજાએ ડીગ્રી-ડીપ્‍લોમા અને જુદા જુદા ટ્રેડના સર્ટીફીકેટો તાલીમ આપ્‍યા વગર ૧પ-૧પ હજારમાં વેચ્‍યાના કૌભાંડમાં જેલ હવાલે થયેલા જયંતી સુદાણીનો  કબજો મેળવી ધરપકડ કરી છે. સાંજ સુધીમાં તેને સ્‍કુલોને બોગસ જોડાણ આપવાના કૌભાંડમાં રિમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજુ કરાશે.

આ કૌભાંડની તપાસમાં અમરેલીમાં સાહિત્‍ય છપાવ્‍યાનું અને સિક્કાઓ બનાવડાવ્‍યાનું ખુલ્‍યું હતું. અમરેલીથી પ્રિન્‍ટર કબ્‍જે કરાયું છે. આ ઉપરાંત રાજકોટ, જુનાગઢ, જામનગરની ઓફીસોમાંથી અત્‍યાર સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને ૧પ-૧પ હજારના સર્ટીફીકેટો આપ્‍યા ? અને કેટલા વિદ્યાર્થીઓને બોગસ જોડાણવાળી સ્‍કુલોમાં એડમીશન આપ્‍યા? તે બારામાં ઝડપાયેલી તનુજા સીંગ ચૌધરી, કેતન જોશી, જીતેન્‍દ્ર અમૃલાલ પીઠડીયા અને પારસ લાખાણીની પુછપરછ ચાલી રહી છે.

(4:05 pm IST)