રાજકોટ
News of Tuesday, 18th May 2021

વાવાઝોડા સામે પદાધિકારીઓ અડિખમ : પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, ધનસુખ ભંડેરીએ કંટ્રોલ રૂમની કમાન્ડ સંભાળી

રાજકોટ : રાજયમાં તૌકતે વાવાઝોડુ સર્જાયેલ. તેના અનુસંધાને ગઈકાલ તા.૧૭/૦૫/૨૦૨૧ના રોજ મેયર ડો.પ્રદિપ ડવ તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી તથા સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ મેયર ચેમ્બર, ફાયર બ્રિગેડ, કંટ્રોલ રૂમ, તેમજ શહેરના જુદા જુદા સ્થળોની સ્થળ મુલાકાત લીધેલ. વાવાઝોડાના કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૪૦ જેટલા વૃક્ષો પડવાના બનાવ બનેલ. મુખ્ય રસ્તા પરથી ફાયર બ્રિગેડ તથા ગાર્ડન વિભાગ દ્વારા ઝાડને હટાવવામાં આવેલ છે. વિશેષમાં વહેલી સવારે માલવિયા ચોક ખાતે પ્રમુખ સ્વામી આર્કેટમાં આવેલ રીગલ શુઝના શો-રૂમમાં શોર્ટ-સર્કિટના કારણે આગ લાગવાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડ સ્ટાફ તેમજ મેયર ડો.પ્રદિપ ડવ અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી સ્થળ પહોંચી ગયેલ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગમાં કાબુ મેળવેલ. રાત્રિ દરમ્યાન કોઈ જાનહાની કે અન્ય મોટી દુર્ઘટના બનવા પામેલ નથી. વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકામાં મેયર ડો.પ્રદિપ ડવ તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જવાબદારી સંભાળેલ હતી. ઈશ્વરની કૃપાથી રાજકોટ શહેરને ગઈ રાતના વાવાઝોડાથી મોટું કોઈ જોખમ ઉભુ થયેલ નથી. વિશેષમાં, હજુ પણ ૨ દિવસ વાવાઝોડાની અસર રહેવાની હોય, શહેરના નગરજનો ઘરમાં રહી સુરક્ષિત રહે તેવી અંતમાં બંને પદાધિકારીશ્રીઓએ અપીલ કરેલ હતીઆ સાથે મેયર ડો. પ્રદિણ ડવ, મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ, ડેપ્યુટી કમિશ્નર શ્રી પ્રજાપતિ, શ્રી સિંધ,ચેતન નંદાણી તથા ચેતન ગણાત્રા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહી સતત જયુબેલી કંટ્રોલરૂમના સંપર્કમાં રહી જાણકારી મેળવતા હતા તે વખતની તસ્વીર. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:56 pm IST)