રાજકોટ
News of Tuesday, 18th May 2021

આજી-ર ડેમનો એક દરવાજો એક ફુટ ખોલાયોઃ રાજકોટ જિલ્લાના વિવિધ ડેમ સ્ત્રાવ પર પ મી.મી. થી ૩૦ મી. મી. સુધીનો વરસાદ

રાજકોટ તા. ૧૮ :.. તૌકતે વાવાઝોડાના ગુજરાતમાં પ્રવેશ બાદ મોટાભાગના જિલ્લાઓમાં મોડી રાતથી વરસાદ વરસતા રાજકોટ જિલ્લાના વિવિધ ડેમ સ્ત્રાવ પર પ મી.મી.થી ૩૦ મી. મી. વરસાદ પડયો છે. જયારે આજી-ર ડેમનો એક દરવાજા ખોલવામાં આવ્યો છે.

રાજકોટ નજીક આવેલા આજી-ર ડેમ તેની નિર્ધારિત સપાટીએ ભરાઇ જતા ડેમનો એક દરવાજો એક ફુટ ખોલવામાં આવેલ છે. ડેમના નીચાણવાળા વિસ્તારના અડબાલકા બાધી, દહિંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, અને સખપર ગામના લોકોએ નદીના પટ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.

આ અંગે રાજકોટ સિંચાઇ વિભાગની સત્તાવાર વિગતો મુજબ સવારના ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં રાજકોટ જિલ્લાના વિવિધ ડેમ સ્ત્રાવ પર પ મી. મી. થી ૩૦ મી. મી. સુધી વરસાદ પડયો છે. જેમાં વેરી ડેમ-ર૦ મી. મી., મોતીસર-પ મી.મી., છાપરવાડી-૩૦ મી. મી., ફોફળ-૧૬ મી. મી., આજી-૧ ૧પ મી. મી., લાલપરી-૧ર મી. મી. તથા મલગઠ-૧૦ મી. મી. વરસાદ વરસ્યો હતો.

(3:04 pm IST)