રાજકોટ
News of Monday, 18th May 2020

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ફરી એકવાર મોદી સ્કુલનો દબદબોઃ બોર્ડ ફર્સ્ટ બે છાત્રો

બુચ કવન અને સૌરભ સાંગાણીઃ ૯૯ પીઆર ઉપર ર૬ વિદ્યાર્થી

રાજકોટ, તા., ૧૮: શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલે ધો.૧ર વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયું જેમાં બોર્ડ ફર્સ્ટ બે છાત્રો બુચ કવન અને સૌરભ સાંગાણી ૯૯.૯૯ પીઆર સાથે આવ્યા છે. જયારે ૯૯ પીઆર સાથે ર૬ છાત્રો અને ૯૮ પીઆર મેળવતા છાત્રોની સંખ્યા ૧૦૯ છે. જેને સંચાલક ડો. રશ્મીકાંતભાઇ  મોદી અભિનંદન પાઠવે છે.

કવન બુચ

કવન જયેશભાઇ બુચ ૧૦માં બોર્ડમાં ૯૯.૯૦ પીઆર હતા. ૧ર માં સાયન્સ બોર્ડમાં ૯૯.૯૯ પીઆર છે. ૧૧માં પહેલા છ મહીના હું ભુજમાં રહીને જ ભણ્યો હતો. પછી બીજા સેમેસ્ટરથી હું મોદી બોર્ર્ડીેગ સ્કુલ, ઇશ્વરીયા-રાજકોટ સાથે જોડાયો. સૌરાષ્ટ્રની સૌથી શ્રેષ્ઠ સ્કુલ સાથે જોડાયા પછી મારૂ રીઝલ્ટમાં વધારો થયો. કારણ કે અહી અમો સવારે પ.૩૦ વાગ્યે ઉઠી જતા અડધો કલાક યોગા-પ્રાણાયામ કરતા રોજ સરેરાશ પ કલાકના કલાસ રહેતા ઉપરાંત રોજનું સરેરાશ ૮ કલાક જેટલુ સુપરવાઇઝરની દેખરેખ હેઠળ રીડીંગ રહેતું. મારા માતા-પિતા હંમેશા મોટીવેટ કરતા હતા. આજે આ રીઝલ્ટ માટે હું તેમનો અને મોદી સ્કુલનો આભારી છું. બધા ટીચર્સ પણ હંમેશા ડાઉટ સોલ્વ માટે તૈયાર રહેતા હતા. આ બે વર્ષ દરમિયાન હું સોશ્યલ મીડીયાથી સંપુર્ણપણે દુર રહયો હતો. અમારી સ્કુલમાં રેગ્યુલરલી પરીક્ષા લેવાતથી હતી.

કાંધલ ઓડેદરા

કાંધલ ઓડેદરા જણાવ્યું કે પોરબંદરના નાના એવા આદિપરા ગામમાંથી આવું છું એસએસસીમાં ૮૬% મેળવ્યા હતા. બાદમાં સાયન્સ રાખવાનું નક્કી કરતા મારા માતા-પિતાએ તપાસ કરતા રાજકોટની મોદી સ્કૂલ પસંદ કરી. આજે મને ૧ર સાયન્સમાં ૯૯.૭૧ પીઆર આવેલ તે માટેનું શ્રેય મારા માતા-પિતા તથા મોદી સ્કૂલને આપું છે. હું દરરોજ સવારે ૪-૩૦ વાગ્યે ઉઠી વાંચવાનું પસંદ કરતો. મોદી બોર્ડીંગ સ્કૂલમાં યોગા-પ્રાણાયમથી દિવસની શરૂઆત, શુદ્ધ-સાત્વિક ભોજન, પ્રેમાળ ગૃહપતિ, સરેરાશ છ કલાકના શાળા અભ્યાસ બાદ ૮થી ૯ કલાક જેટલુ નિયમિત વાંચન, મિત્રોનો સાથ સહકાર, શિક્ષકગણનો સરસ રીતે સચોટ મુદ્દાસર અભ્યાસ તથા મુંજવણનો ત્વરિત ઉકેલ, શાળાનું વિશાળ પુસ્તકાલયને કારણે આ સ્થાન પર પહોંચી શકયો છું. મારા આ રીઝલ્ટ માટે મારા માતા-પિતા અને મોદી સ્કૂલનો ખૂબ સહકાર મળ્યો છે.

સૌરભ સાંગાણી

સૌરભ સાંગાણીએ જણાવ્યું કે ધો. ૧૦માં ૯૯.૯૮ પીઆર આવેલા ત્યારે મે એમબીબીએસ બનવાનું સ્વપ્ન જોયું તે સાકાર કરવા માટે સાયન્સની મોદી સ્કૂલમાં ધો. ૧૧ સાયન્સમાં પ્રવેશ મેળવ્યો. મારા ફાધર નાના ઉદ્યોગમાં કામ કરે છે. સાધારણ પરિસ્થિતિ હોવા છતાં પણ સાયન્સમાં સારી સ્કૂલમાં અભ્યાસ કરવા પ્રેરણા આપી તે બદલ તેમનો આભારી છું. હું સવારે ૭થી સાંજે ૭ વાગ્યા સુધી મોદી સ્કૂલ પર જ મહેનત કરતો, પછી સાંજે ઘરે જઇને ર થી ૩ કલાક મહેનત કરતો. મોદી સરનું સતત માર્ગદર્શન, ટીચર્સ દ્વારા સત્ત ડાઉટ સોલ્વ થતા, પુષ્કળ સાહિત્ય ધરાવતી શાળાની લાઇબ્રેરી, વૈજ્ઞાનિકઢબે સમયાંતરે લેવાતી પરીક્ષાઓના કારણે મારૃં આ પરિણામ શકય બન્યું છે. બોર્ડમાં ૯૯.૯૯ પીઆર સાથે પ્રથમ નંબર મેળવ્યો તેનો સંપૂર્ણ શ્રેય હું મારા માતા-પિતા, મોદીસર તથા મોદી સ્કૂલની ટીમને આપું છું. હાલમાં હું નીટની તૈયારી કરી રહ્યો છું. તેમાં પ્રથમ હરોળમાં મારૂ સ્થાન આવે તેવી અપેક્ષા છે.

(4:01 pm IST)