News of Monday, 18th May 2020
શિવપરામાં હોમિયોપેથી દવા, માસ્કનું વિતરણ
રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૯ રૈયા રોડ હનુમાન મઢી પાછળના શિવપરા સહિતના વિસ્તારોમાં કોરોના મહામારીના સંદર્ભમાં હોમિયોપેથિક દવા અને માસ્ક તેમજ આરોગ્ય જાગૃતિ અંગેની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં શિવપરા યુવક મંડળના અને ભાજપના આગેવાન રણછોડભાઇ સાટીયા તથા કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
(1:14 pm IST)