રાજકોટ
News of Saturday, 18th May 2019

મંગળવારે રાજકોટ લોકસભા બેઠક માટે રન ફોર ટ્રાયલ

કલેકટર-ઓબર્ઝવર-ડે. કલેકટરો-સ્ટાફની હાજરીમાં કણકોટ ખાતે પરીક્ષણ કરાશે... : EPBS-સર્વીસ વોટર્સ સહિતના તમામ મતોની ગણત્રી કેમ કરવીઃ નવો સુવિધા સોફટવેર-પત્રક-ડેટા એન્ટ્રી સહિતની તાલીમ અપાશે

રાજકોટ તા. ૧૮: રાજકોટ સહિત રાજયભરમાં કલેકટરો-ડે. કલેકટરોને અમદાવાદ ખાતે ગઇકાલે મતગણત્રી અંગે તાલીમ અપાઇ હતી.

આ પછી હવે રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા ઓબર્ઝવર-તમામ ડે. કલેકટરો-મામલતદારો અને ગણતરી સ્ટાફને માટે એક સ્પેશ્યલ તાલીમ ''રન ફોર ટ્રાયલ'' કણકોટ ખાતે તા. ર૧મીએ સવારે ૯ વાગ્યે રખાયાનું ચુંટણી અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.

સાધનોના ઉમેર્યા પ્રમાણે, કલેકટર ઉપરાંત ઓબર્ઝવરની ઉપસ્થિતિમાં કણકોટ ખાતે પરીક્ષણ કરાશે.

જેમાં આર્મી દ્વારા અપાયેલ  EPBS મત, સર્વીસ વોટર્સના મતો અને ઇવીએમમાં પડેલા મતો, વીવીપેટ સાથે કઇ રીતે સરખામણી કરવી, આ વખતે જીનેસીમ સોફટવેરને બદલે નવો સુવિધા સોફટવેરની સ્પીડ, મતગણત્રી થાય ત્યારે પત્રકો, ડેટા એન્ટ્રી વિગેરે તમામ બાબતે તાલીમ અપાશે.

કણકોટ ખાતે કુલ ૭ રૂમમાં મતગણત્રી થશે, કુલ ૯૮ ટેબલ ઉપર કોમ્પ્યુટર ફીટ કરી દેવાયા છે, જેમાં ર૧મીએ રાજકોટ લોકસભા બેઠકની મતગણત્રી અંગે સુવિધા સોફટવેર રન કરી રન ફોર ટ્રાયલ યોજાશે, આ માટે તમામ સ્ટાફને પણ પહોંચવા આદેશો થયા છે.

(3:37 pm IST)