રાજકોટ
News of Saturday, 18th May 2019

ત્રણ માળીયામાં રહેતી સુનેરાને પતિ વસિમે શંકા કરી માર માર્યો

રાજકોટ તા. ૧૮: યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે ત્રણ માળીયામાં રહેતી સુનેરાબેન વસીમ ચીતરીયા (ઉ.૨૫)ને રાત્રે અગિયારેક વાગ્યે પતિ વસિમ મહમદભાઇએ ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હેડકોન્સ. ડી. કે. ખાંભલા અને ધર્મેશભાઇ ડાંગરે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

સુનેરાબેન બ્યુટી પાર્લર ચલાવે છે. તેણીના કહેવા મુજબ પતિ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને કમાણી કરીને કંઇ આપતો નથી. ઉલ્ટાના ઘરમાંથી પૈસા લઇ જાય છે. ગત રાત્રે પણ ખોટી શંકા કરી ધોલધપાટ કરી હતી.

(11:52 am IST)