રાજકોટ
News of Saturday, 18th May 2019

ધ્યાન સાધનાની ૧૨ પધ્ધતિઓ આલેખતા પુસ્તકનું રવિવારે નિદર્શન સાથે વિમોચન

શહેરમાં ધ્યાન સાધના કરાવતા આચાર્યો સંચાલકોનું સન્માન કરાશે

રાજકોટ તા. ૧૮ : સાધના અને સ્વાસ્થ્ય વિષય પર નિદર્શન આપતા કાર્યક્રમ સાથે વિષયને લગતા એક પુસ્તકનો વિમોચન સમારોહ તા. ૧૯ ના રવિવારે મિશન જાગૃતમ દ્વારા આયોજીત કરાયો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે વિપશ્યના, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્માકુમારી, યોગદા સત્સંગ, સમર્પણ ધ્યાન સહીતની ૧૨ જેટલી ધ્યાન સાધના પધ્ધતિઓને સંકલિત કરી ૮૮ પાનાનું એક પુસ્તક તૈયાર કરાયુ છે.

જેનો વિમોચન સમારોહ તા. ૧૯ ના રવિવારે રાત્રે ૮.૩૦ થી ૧૧.૩૦ હેમુ ગઢવી હોલ, ટાગોર માર્ગ ખાતે યોજેલ છે. સાથો સાથ સ્વસ્થ્ય જાગૃતિ માટે કાર્યરત સંસ્થા જાગૃતમ મિશન દ્વારા સાધના પધ્ધતિનો એક નિદર્શન કાર્યક્રમ પણ થશે.

આ કાર્યક્રમ દરમિયાન રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ પૂ. નિખિલેશ્વરાનંદજીના હસ્તે પુસ્તક વિમોચન કરાશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ કિશોરભાઇ મુંગલપરા ઉપસ્થિત રહેશે.

ગુજરાત આયુર્વેદ યુનિ.ના પૂર્વ પ્રિન્સીપાલ અને સુપ્રિન્ટેન્ડેન્ટ તેમજ વૈદ્ય હિતેશભાઇ જાની, સાધના અને સ્વાસ્થ્યનો સંબંધ સમજાવશે. સાથો સાથ શહેરમાં કાર્યરત વિવિધ સાધના પધ્ધતીના સંચાલકો અને આચાર્યોનું સન્માન કરાશે. તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જાગૃતમના ફાઉન્ડર અને સુજોક એકયુપંકચરના નિષ્ણાંત તપન પંડયા (મો.૯૮૭૯૮ ૪૧૦૪૮) અને બાજુમાં દિક્ષેશ પાઠક તથા કપીલભાઇ જોષી નજરે પડે છે. (તસ્વીર : પ્રિન્સ બગથરીયા)

(11:32 am IST)