રાજકોટ
News of Friday, 18th May 2018

જયોતીનગર ગાર્ડનનું સમારકામ

વોર્ડ નં. ૧૦ ના જાગુત કોપોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગર પાલીકા દ્વારા કાલાવડ રોડ પર આવેલ જયોતીનગર ચોકના ગાર્ડન ફરતે જાળીૅ તથા પેવીંગ બ્લોકનું કામ હાથ ધરાયું છે.  જેના ખાત મુહુર્ત પ્રસંગે વોર્ડના કોપોરેટરો બનીબેન આચાર્ય, અશ્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, વોર્ડના મંત્રી મયુરીબેન ભાલાળા, યુવા ભાજપના પ્રમુખ સંજયભાઇ વાઘર, ડો. રાજેશ સાણજા, મનીષભાઇ ડેડકીયા, જયસુખભાઇ બારોટ, મહેન્દ્રસિંહ ચુડાસમાં, ધર્મેન્દ્રભાઇ ભગત, અરજણભાઇ ખીમાણીયા, મનોજભાઇ સાકરીયૉ, ડો. નીતુ કનારા, ચેતનભાઇ શેઠ પ્રદિપભાઇ ડોડીયા, ઉપસ્થિત રહ્યા હતા.

(4:18 pm IST)