રાજકોટ
News of Sunday, 18th April 2021

ગાંધીગ્રામ એસકે ચોકના વેપારીઓ 19 થી 24 સુધી બપોરના 2 સુધી દુકાનો ચાલુ રાખશે: પીઆઇ કે.એ. વાળા સાથે વેપારી મંડળની બેઠકમાં વેપારીઓ અડધા દિવસના સ્વૈચ્છીક લોકડાઉન માટે સહમત થયા

રાજકોટઃ હાલમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તેમજ જોઇન્ટ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ ,ઇન્ચાર્જ DCP zone 2 પ્રવીણકુમાર મીણા, એસીપી પશ્ચિમ વિભાગ પી.કે દિયોરાએ સુચના આપેલ તે મુજબ આજરોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર ખુમાનસિંહ વાળાએ વિસ્તારના એસ.કે ચોકના વેપારી મંડળ સાથે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે એક મિટિંગનું આયોજન કરેલ અને હાલની આ મહામારી સામે લડવા માટે પોલીસ વિભાગને તેમજ તમામ સરકારી તંત્રને મદદરૂપ થવા માટે જરૂરી નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવેલ તેમજ તમામ વેપારીઓને સ્વૈચ્છિક lockdown કરવા અંગે જણાવતા એસ.કે ચોક વિસ્તારના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે આવતીકાલ તારીખ 19/4/2021 થી તારીખ 26/4/2021 સુધી દરરોજ માત્ર બપોરના બે વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવાનું નક્કી કરેલ છે અને બપોર પછી દુકાનો બંધ રાખવા સહમત થયેલ છે.

(7:14 pm IST)