વિરપુર પાસે કારમાં ગાંજાના જથ્થા સાથે રાજકોટના ત્રણ સહિત ચાર શખ્સો પકડાયા
ઇન્ડીયન આર્મી લખેલી કારની પોલીસે તલાસી લેતા ગાંજો મળ્યોઃ રાજકોટના દેવરાજ જાડેજા, મીત રાવલ, વત્સલ ગજેરા તથા જુનાગઢના દર્શન પંપાલીયાની ધરપકડ
જેતપુર, તા.૧૮: જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસે વીરપુર પોલીસે ઇન્ડીયન આર્મી લખેલી કારની તલાસી લઇ રાજકોટના ત્રણ સહિત ચાર શખ્સોને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા.
વીરપુર પી.એસ.આઇ.આર.એ. ભોજાણી સ્ટાફની ચંદ્રરાજસિંહ જાડેજા, મનેસભાઇ પરામર, મીલનભાઇ ડવેરા, જયેશભાઇ ચાવડાને સાથે રાખી ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન પીઠડીયા ટોલનાકા પાસે વાળી ચેકીંગ કરતા હોય એક લાલ કલરની ફીયેસ્ટા કાર નં. જીજે૦૩-જીએ ૩૭૫ વાળી કેજેમાં ઇન્ડીયન આર્મી તથા શીવ લખેલ તે શંકાસ્પદ હાલતમાં હોય તેને રોકી તપાસ કરતા કારમાંથી સ્કુલબેગમાં ગાંજો મળી આવતા પોલીસે કાર ચાલક દેવરાજ અજયસિંહ જાડેજા (રહે.એસ.આર.પી. કેમ્પ સામે રાજકોટ) મીત રાજેશભાઇ રાવલ (રહે.યુનિ.રોડ માધવ પાર્ક રાજકોટ) દર્શન કાનાભાઇ પંપાણીાય (રહે.ગીરનાર સોસા.જુનાગઢ) વત્સલ રાજેશભાઇ ગજેરા (રહે.પુનીતનગર સર્કલ રાજકોટ) ની ગાંજો ૮૫૦ ગ્રામ કિ.રૂ.૫૯૫ તેમજ કાર કિ.૬ લાખ મળી કુલ રૂ.૬,૦૦,૫૯૫ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.