રાજકોટ
News of Monday, 18th January 2021

રણછોડનગર વિસ્તારમાં પત્નિની હત્યાના ગુનામાં પકડાયેલ પતિની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૮: અત્રે કુવાડવા રોડ ઉપર આવેલ સદગુરૂ-રણછોડનગર વિસ્તારમાં પત્નિનું ગળુ દબાવીને હત્યા કરવાના ગુનામાં પકડાયેલ તેણીના આરોપી પતિ અશોક જેેસીંગ વાઢેરની ચાર્જશીટ બાદની જામીન અરજીને અધિક સેસન્સ જજ શ્રી બી. બી. જાદવે રદ કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે ફરીયાદી વિજયભાઇ મુળુભાઇ ચૌહાણ રજપૂત રહે. તુલીપ એપાર્ટમેન્ટ, આલાપ ગ્રીન સીટી પાસે રાજકોટવાળાની પુત્રી વર્ષાબેન ઉ.વ. ૩૬ વાળીના લગ્ન આરોપી અશોક જેશીંગભાઇ વાઢેર સાથે થયેલ અને સંતાનમાં એક પૂત્ર ત્થા પૂત્રી હોય તા. આરોપી અશોક જેશીંગભાઇ વાઢેરે એ કોઇપણ કારણો સર તેની ગુજરનાર પત્નિ વર્ષાબેન બપોરે ઘરમાં સુતી હોય આરોપી અશોક એ ગળુ દબાવી વર્ષાબેનને મારી નાખેલ અને સ્થળ પર જ વર્ષાબેનનું મૃત્યુ નિપજેલ હતું.

બાદમાં આરોપી અશોક વાઢેરે ચાર્જસીટ બાદની બીજા વખતની જામીન પર છૂટવા અરજી કરેલ જેને કોર્ટે રદ કરેલ હતી.

સરકારી વકીલ સમીર ખીરાએ એવી દલીલ કરેલ કે ચાર્જશીટ બાદ બીજા વખતની જામીન અરજીમાં કોઇ જ નવા સંજોગો નથી તેમજ આરોપી અશોક વાઢેર તેની પત્નિનું ગળુ દબાવી ખુન કરી નાખેલ છે ગુજ. વર્ષાબેનના ગળા પર આરોપીના આંગળીઓના પંજાના નિશાનો મળી આવે છે તમામ દલીલ ધ્યાને લઇ એડીશ્નલ સેસન્સ જજ શ્રી બી. બી. જાદવએ સરકારી વકીલ સમીર ખીરાની દલીલો ધ્યાને લઇ આરોપી અશોક વાઢેરની જામીન અરજી રદ કરેલ હતી. સરકાર તરફે સરકારી વકીલ સમીર ખીરા રોકાયેલા હતા.

(4:33 pm IST)