News of Monday, 18th January 2021
કરણી સેના સૌરાષ્ટ્ર પ્રાંતની મીટીંગ - મહિલા સંમેલન
કુવાડવા રોડ પર શિવશકિત બેન્કવેટ હોલ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર પ્રાંતની મીટીંગ તેમજ મહિલા સંમેલન યોજાયુ હતુ. સંગઠનને વધુ મજબુત બનાવવા આગામી રણનીતિઓ અંગે ચર્ચા વિચારણાઓ કરાઇ હતી. જિલ્લાવાઇઝ હોદેદારો ઉપસ્થિત રહેલ. પ્રદેશ અધ્યક્ષ રાજસિંહ શેખવાત, મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ તૃપ્તિબા રાઓલ, પ્રદેશ હોદેદારો અજયસિંહ રાજપૂત, રાજેન્દ્રસિંહ રાઠોડ, રોનકસિંહ ગોહીલ, પ્રતાપ ભગત વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(3:34 pm IST)