રાજકોટ
News of Monday, 18th January 2021

કાલે ઓશો નિર્વાણ દિવસ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ૧ દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ

ઓશોની અંતિમયાત્રાની દુર્લભ વિડીયો સીડી તેમજ સ્વામી બ્રહ્મવેદાંતજીની પૂર્ણતાના પંથે વિડીયો સીડી દર્શાવવામાં આવશે. : સ્વામી બ્રહ્મવેદાંતજીને : પુષ્પાજંલી અને હૃદયાજંલી સાથે ૧૦૦ મીણબતીનું પ્રાર્થના ધ્યાન : શિબિર આયોજક સ્વામી સત્યપ્રકાશ-સંચાલક સ્વામી જીનસ્વરૂપ સરસ્વતીજી મિસ્ત્રી નિતિનભાઇ ચાદેગરાનું ઓશો નિર્વાણ પર વિશેષ પ્રવચન : પ્રવિણ પ્રકાશનના ૨ પુસ્તકો તંત્રસુત્ર ભાગ-૧ તથા ભાગ-૨નું વિમોચન ઓશોના જુના સન્યાસી પ્રવિણભાઇ સંઘવી (સ્વામી દેવકાંત) તથા સ્વામી સિધ્ધાર્થ (કેશર) દ્વારા કરવામાં આવશે. :માસ્ક-સેનીટાઇઝર- સોશ્યલ ડિસ્ટન્સ-સરકારી ગાઇડ લાઇન પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરેલ છે. શિબિરમાં સહભાગી થવા માટે નામ નોંધણી જરૂરી છે.

રાજકોટઃ ઓશોના સુત્ર ઉત્સવ આમાર જાતિ આનંદ આમાર ગૌત્રએ સાર્થક કરતા વિવિધ કાર્યક્રમ જેવા કે ઓશો ધ્યાન શિબિરો ઓશો સાહિત્ય પ્રદર્શનો ઓશો સન્યાસ ઉત્સવ ભજનાકિર્તન ગીત સંગીત વિવિધ સંપ્રદાયના ઉત્સવો વિશ્વદિવસ વગેરે રાજકોટમાં ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતુ વિશ્વનું એકમાત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર નીયમીત છેલ્લા ૩૫ વર્ષથી અવારનવાર ઉજવવામાં આવે છે. જેનું સંચાલન સ્વામી સત્યપ્રકાશ કરી રહયા છે.

આવતીકાલે તા.૧૯ ને મંગળવારને રોજ ઓશોના ૩૨માં નિર્વાણ દિવસ નિમિતે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરના સંચાલન સ્વામી સત્યપ્રકાશે ૧ દિવસની  ઓશોધ્યાન શિબિર તથા સન્યાસ ઉત્સવનું આયોજન માસ્ક હેન્ડસેનીટાઇજેશન, સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે  સરકારી ગાઇડ લાઇન પ્રમાણે કરેલ છે. શિબિરનું સંચાલન ઓશોના જુના સન્યાસી સ્વામી જીન સ્વરૂપ સરસ્વતીજી (આર.જે.આહયા) કરવાના છે. સ્વામી જીન સ્વરૂપ સરસ્વતીએ ઓશો પાસેથી સન્યાસ લીધેલ છે. તેઓશ્રી જીલ્લા પંચાયતના નિવૃત કર્મચારી છે. ઇશ્વરીયા પાર્કના ભૂતપૂર્વ મેનેજર છે. હાલમાં ઓશો પ્રસાર પ્રચાર કાર્યમાં જોડાયેલા છે.

શિબિરની રૂપરેખાઃ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૫ વર્ષથી દરરોજ નિયમીત એકપણ દિવસ ચુકાયા વગર સવારે ૬ થી ૭ ધ્યાન મંદિર પર કરવામાં આવે છે. ૭-૧૫ થી ૮ બ્રેકફાસ્ટ, સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ દરમિયાન ગુરૂવંદના ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, બપોરે ૧૨:૩૦ થી ૩ મહાપ્રસાદ અને વિશ્રામ, બપોરે ૩ થી રાત્રીના ૮ દરમિયાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો સ્વામી દેવરાહુલનું ઓશો નિર્વાણ પરનું પ્રવચન ઓશોની અંતિમયાત્રા  તથા બ્રહ્મવેદાંતજીની પૂર્ણતાના પંથે વિડીયો  દર્શન તંત્રસુત્ર ભાગ -૧ તથા સુવિમોચન-૨નું વિમોચન સ્વામી બ્રહ્મવેદાંતજીને પુષ્પાંજલી સાથે હૃદયાજંલી  સાથે ૧૦૦ મીણબતી સાથેનું પ્રાર્થના ધ્યાન સન્યાસ ઉત્સવ સંધ્યા સત્સંગ, શિબિર બાદ રાત્રે ૮ વાગે મહાપ્રસાદ.

શિબિરમાં સહભાગી થવા માટે નામ નોંધણી કરાવવી અંત્યંત જરૂરી છે. નામ નોંધણી સાથે આધારકાર્ડની ઝેરોક્ષ આપવી ફરજીયાત છે. શિબિરમાં સવારે ૬ થી રાત્રીના ૬ સુધી સહભાગી થઇ શકે તેઓ એ જ નામ નોંધણી કરાવવી.

સ્થળ તથા નામ નોંધણી માટે ઓશો સત્ય પ્રકાશ  ધ્યાન મંદિર, ગોંડલ રોડ વિવેકાનંદ ઓવરબ્રીજની બાજુમાં વૈદ્યવાડી-૪ ડી-માર્ટની પાછળની શેરી

વિશેષ માહિતીઃ સ્વામી સત્ય પ્રકાશ ૯૪૨૭૨ ૫૪૨૭૬, સ્વામી જીન સ્વરૂપ સરસ્વતી ૯૪૨૮૨ ૦૨૨૫૫, સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:29 pm IST)