રાજકોટ
News of Friday, 18th January 2019

રેશનકાર્ડમાં પરિણિત સ્ત્રીનું નામ માટે આધારકાર્ડ માંગવાનું બંધ કરો

RMCના ઇસ્ટ ઝોન ખાતે આધારકાર્ડ બાબતે હેરાન કરાય છે..

રાજકોટ, તા. ૧૮ : મોરબી રોડ ઉપર આશાપુરા પાર્કમાં રહેતા કુંભારવાડીયા વિજયભાઇએ કલેકટરને ફરીયાદ કરી, રેશન કાર્ડમાં પરિણિત સ્ત્રીનું નામ માટે આધારકાર્ડ માંગવામાં આવે છે તે અંગે યોગ્ય કરવા માંગણી કરી હતી.

પુરવઠા વિભાગ દ્વારા પરણિત સ્ત્રીના નામ પાછળ પતિના નામ વાળુ આધાર કાર્ડ માંગવામાં આવે છે, પરંતુ પોતાના પિતાના નામ વાળુ આધાર કાર્ડ હોય છે અમુક લોકો પાસે આધાર કાર્ડ કાઢવા માટે રેશન કાર્ડમાં નામ ચડેલુ હોવું જોઇએ. પરણિત સ્ત્રી પાસે પોતાના પતિના નામ વાળુ કોઇ પ્રૂફ હોતું નથી. ફકત રેશન કાર્ડમા નામ કમીનો દાખલો હોય છે જે પરણિત સ્ત્રી પાસે આધાર કાર્ડ પોતાના પિતા નામ વાળુ આધાર કાર્ડ હોય તેમજ આધાર કાર્ડ ન હોય એવા કિસ્સામાં તેનું નામ રેશન કાર્ડમાં લેખિત ચડવા અપીલ છે.  નામ કમીનો દાખલો લઇ ફકત મેન્યુલમાં નામ ચડાવી આપવામાં આવે તેમજ આધાર કાર્ડ નીકળી ગયા બાદ આવે ત્યારે ઓન લાઇન ડેટા રેશન કાર્ડ નામ ચડવા આવે તો લોકો હેરાનગતિ ઓછી થશે લોકો આધાર કાર્ડ કામ પણ કરવી શકશે તેમજ ચૂંટણી કાર્ડ કાઢવા માટે પણ રેશન કાર્ડમાં નામ હોવું જરૂરી છે. માટે આ વિષય પર જરૂરી કાર્યવાહી કરવા અપીલ છે.

આ ઉપરાંત આર.એમ.સી. ની ઇસ્ટ ઝોન ખાતે શીતલબેન દેવદાનભાઇ સોઢીયા પોતાના આધાર કાર્ડમાં પોતાના પતિનું નામ ચડવા (લગ્ન પછીનો) સુધારો કરવા ગયેલ, પરંતુ ઓપરેટર દ્વારા સંયુકત સોગંધનામુ માગેલ. આર.એમ.સી.ના આદેશણાશ્રી સાથે ફોનથી વાત કરતા તેઓ પણ સોગંધનામાનો આગ્રહ રાખેલ. યુઆઇડીએઆઇ લીસ્ટ મુજબ (એ) ઓળખના પુરાવા તરીકે રેશન કાર્ડમાં (પરણિત સ્ત્રીનું નામ ચડાવેલ છે) હોય તેમજ સંબંધના પુરાવા તરીકે કુટુંબના વડા પાસેનો આધાર હોય તો માન્ય છે. જે વ્યકિત પાસે ઓળખ પુરાવો ન હોય તેવા માટે કુટુંબ વડા આધાર કાર્ડ પરથી નોંધણી થઇ શકે, પરંતુ બેન્કો, આર.એમ.સી. પોસ્ટ વગેરે આધારની કીટ ચાલતી હોય આધાર કાઢવા માટે લોકોને હેરાન તેમજ પોતાની મરજી મુજબના પુરાવા માગવામાં આવતા હોય તેમજ યુઆઇડીએઆઇના નિયમમાં કયાય સોગંદનામા ઉલ્લેખ નથી. સોગંધનામુ કરી લોકો ખોટા પસા બગાડવામાં આવે છે. આથી સરપ્રાઇઝ ચેકીંગ કરી જવાબદાર અધિકારી સામે કડક પગલા ભરવા માંગણી કરી છે.

 

(3:39 pm IST)