રાજકોટ
News of Friday, 18th January 2019

ભારત મેરી શાન હૈ... પૂનમ ગોંડલીયાનું ગીત યુ- ટયુબ પર લોન્ચ

ગણતંત્રદિન નિમીતે ખાસ ગીત લોન્ચઃ પૂનમબેનના ઢગલાબંધ ગીતો પણ નિહાળી શકાશે

રાજકોટઃ યુટયુબ ચેનલ પર સ્ટુડીયો જય સોમનાથ અને નિર્માતા દયારામ ગોંડલીયા દ્વારા લોકગાયક પુનમ ગોંડલીયા કંઠે અનેક ભજન, લોકગીત, રાસ- ગરબા રજુ કરવામાં આવે છે. તહેવારો અનુસાર ગીતો રજુ કરવામાં આવે છે. યુટયુબ પર સ્ટુડિયો જય સોમનાથ ચેનલ પર રજુ કરેલા છે. ૨૬મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખી ગણતંત્ર દિવસના પર્વ નિમીતે ભારત માતાની વંદના કરતુ એક ગીત રજુ કર્યુ છે ગીતનું શીર્ષક (ટાઈટલ) છે.

આ ગીતના રચીતા - કાન્તિ પટેલ, પુનમ ગોંડલીયા, ગાયક - પુનમ ગોંડલીયા, નિર્માતા- દયારામ ગોંડલીયા, વિડીયો ડાયરેકટર - રામ ગોંડલીયા, સંગી- રવિ,રાહુલ, કેમેરામેન- હિતેષ બેલદાર, પરેશ પટેલ, કોરીયોગ્રાફી- પંકજ તુરી, શુટીંગ સ્થળ- કીડીવાવ શૈક્ષણિક સંકુલ (ગીર સોમનાથ) છે.

આ ગીતમાં આપણા ભારત દેશની મહાનતા શું છે એને બતાવવામાં આવ્યુ છે. આપણે દેશ સંસ્કારોથી સભર છે અને એટલે જ વિશ્વગુરૂ તરીકે ઓળખાય છે. આ ભુમિ ઉપર શ્રી ભગવાન પણ રામ અને કૃષ્ણરૂપે જન્મ્યા છે. ભારતમાં સાધુ- સંતોએ પુજનીય માનવામાં આવે છે. તેમજ અંક શાસ્ત્રમાં ૦ (શુન્ય)ની શોધ કરનાર પણ ભારત જ છે તેમજ વિશ્વને યોગ પ્રત્યે જાગૃત કરનાર પણ ભારત છે અને ખાસ ભારતના ખુણે ખુણે રહેનાર હર એક માણસ શાંતિની ઉંધ લઈ રહ્યો છે અને કોઈપણ જાતના ડર વગર ભારત ભ્રમણ કરી રહ્યો છે. શાંતિનો શ્વાસ લઈ રહ્યો છે તો એનુ કારણ આપણી સરહદ પરના સૈનિકો છે. સૈનિક જવાનને પણ આ ગીતમાં યાદ કરવા છે. તેમજ ભારતની માટી માંથી સોનું પકાવવાની જે આવડત ધરાવે છે એવા કિશાન (ખેડુત)ને પણ યાદ કર્યા છે. યુ-ટયુબ પર સ્ટુડિયો જય સોમનાથ ઓફીસીયલ ચેનલ ઉપર પૂનમ ગોંડલીયાના ભજન, લોકગીત, રાસગરબા સંગીતપ્રેમીઓ નિહાળી શકશે. વધુ વિગતો માટે મો.૯૯૦૯૩ ૪૩૯૪૩ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.(૩૦.૫)

 

(3:34 pm IST)