રાજકોટ
News of Friday, 18th January 2019

રવિવારે રાજકોટમાં સાયકલ રેલી

તેલ બચાવો પખવાડીયા અંતર્ગત ''સક્ષમ'' કાર્યક્રમ હેઠળ : ભારત પેટ્રોલીયમનું આયોજનઃ રેસકોર્ષ મેદાનથી પ્રારંભ નાનામવા સર્કલ ખાતે સમાપન

 રાજકોટઃ તા.૧૮, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના મનકી બાત કાર્યક્રમના સંબોધન અનુસાર સપ્તાહમાં એક દિવસ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ અટકાવી ખનીજ સંપતી બચત કરવાના  આહવાન  અન્વયે ભારત સરકારશ્રીની ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડ અને અન્ય ઓઇલ કંપનીઓ દ્વારા સંયુકત પણે ઉપરોકત સંદેશનો વધુમાં વધુ ફેલાવો થાય તે  હેતુથી તેલ બચાવો પખવાડીયા અંતર્ગત ''સક્ષમ'' કાર્યક્રમ હેઠળ તા.૨૦ રવિવારે સવારે ૬ કલાકે રેસકોર્ષ મેદાનથી કે.કે.વી.ચોક થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ, નાના મવા સર્કલ સુધી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવેલ છે.

આ રેલીમાં શહેરના તમામ ઇચ્છુક નાગરીકો પોતાની સાયકલ સાથે ભાગ લઇ શકશે. રેલીમાં ભાગ લેનારને ટીશર્ટ અને ટોપી તથા રેલી પુર્ણ થયે અલ્પાહાર કંપની દ્વારા આપવામાં આવશે. નામ નોંધાવવા માટે મો. ૯૯૭૪૨ ૧૦૮૭૧ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(3:33 pm IST)