રાજકોટ
News of Friday, 18th January 2019

કાલાવડ રોડ પર જીમમાં બેંક કેશીયર ઓમકારસિંહ ઝાલાને જીમ ટ્રેનરે માર માર્યો

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ પર અનંતાનગરમાં રહેતાં અને બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતાં ક્ષત્રિય યુવાનને કાલાવડ રોડ પરની જીમમાં માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

અનંતાનગરમાં રહેતાં અને ડિસ્ટ્રીકટ બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતાં ઓમકારસિંહ મયુરસિંહ ઝાલા (ઉ.૨૭) સવારે આત્મીય કોલેજ સામે કોર્પોરેશન જીમમાં ગયા ત્યારે જીમ ટ્રેન મયુર ખાંડેખા અને બે અજાણ્યાએ ઝઘડો કરી ઢીકા-પાટુ અને પથ્થરથી માર મારતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે  યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મયુરસિંહ કહેવા મુજબ ગઇકાલે દરવાજો ખોલવા બાબતે બોલાચાલી થયા બાદ આજે ફરીથી માથાકુટ કરી મારકુટ કરવામાં આવી હતી.

 

(3:30 pm IST)