રાજકોટ
News of Friday, 18th January 2019

દારૂની બાટલી સાથે મહિપતસિંહની ધરપકડઃ ભરતનું નામ ખુલ્યું

જીગાને પણ પોલીસે એક બોટલ સાથે પકડ્યોઃ કંચન ૩૦૦ લિટર દારૂના આથા સાથે પકડાઇ

રાજકોટ તા. ૧૮:  કાલાવડ રોડ પર આંબેડકરનગર પાસેથી વિષ્ણુવિહાર સોસાયટીના મહિપતસિંહ બનેસિંહ જાડેજા (ઉ.૩૦) નામના રિક્ષાચાલકને રૂ. ૪૦૦ના એક બોટલ દારૂ સાથે પકડી જીજે૩એડબલ્યુ-૩૬૫૯ નંબરની રિક્ષા પણ કબ્જે લેવાઇ હતી. આ દારૂ ભરત વાજસુર ચાવડાએ આપ્યાનું પોલીસ તપાસમાં ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ ડામોર, હર્ષદસિંહ, અશોકભાઇ ડાંગર, નગીનભાઇ સહિતે આ દરોડા પાડ્યા હતાં.

જ્યારે ઘનશ્યામનગર-૮ સહકાર રોડ પર રહેતાં જીજ્ઞેશ ઉર્ફ જીગો ખીમજીભાઇ વાવડીયા (ઉ.૩૩)ને રૂ. ૪૦૦ના એક બોટલ દારૂ સાથે ભકિતનગરના પીએસઆઇ ડી. એ. ધાંધલ્યાએ પકડી લીધો હતો.

ઉપરાંત ગાંધીગ્રામના પીઆઇ વી. વી. ઓડેદરાની રાહબરીમાં હેડકોન્સ. રાહુલભાઇ, વનરાજભાઇ, કિશોરભાઇ સહિતે ઘંટેશ્વર ૨૫ વારીયા કવાર્ટર નં. ૧૭૦ પાછળના ભાગેથી કંચન રમેશ યાદવને રૂ. ૬૬૦ના દારૂના આથા તથા ભઠ્ઠીના સાધનો, છ કેરબા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(2:52 pm IST)