રાજકોટ
News of Monday, 17th December 2018

કોટેચા હાઇસ્કુલનો એન.સી.સી.કેમ્પ

 રાજકોટઃ ઉધ્યાહાલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત કાલાવડ રોડ સ્થિત ઙ્ગશ્રી કે. જે. કોટેચા ગર્લ્સ હાઇસ્કુલ (સામાન્ય પ્રવાહ ધો.૯ થી ૧૨)ની વિદ્યાર્થીનીઓનો તાજેતરમાં એન.સી.સી.નો સી.એ.ટી.સી.કેમ્પ ખામટા મુકામે યોજાયો તેમાં આ શાળાની ૨૨ એન.સી.સી.કેડેટસે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રસ્તુત તસ્વીરમાં ગુજરાત ગર્લ્સ બટાલીયન-૨ ના કમાન્ડીંગ ઓફીસર કર્નલ મનીષ નાટુ તથા એડમ ઓફીસર મેજર શ્રી સ્વાતી પાંડે તથા આ શાળાના એન.સી.સી. એ.એન.ઓ.ઓફીસર નસરીન વાય.શેખ તસ્વીરમાં નજરે પડે છે. શાળા પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:03 pm IST)