રાજકોટ
News of Wednesday, 17th November 2021

ઉપલા કાંઠે ખાદી ગ્રામોદ્યોગના બંધ મકાનમાં આગ

રાજકોટઃ શહેરના ઉપલા કાંઠે  પેડક રોડ પર સેટેલાઇટ ચોક પાસે ખાદી ગ્રામોદ્યોગના બંધ પડેલા મકાન-રૂમની અંદર આગ લાગતાં ફાયર બ્રિગેડના જવાનોએ બે ફાયર ફાયટર સાથે પહોંચી આગ કાબુમાં લીધી હતી.   ફાયરમેન બાબુભાઇ, મહેન્દ્રભાઇ, અરબાઝખાન, ઇદ્રીશ રાઉમા સહિતે આગ કાબુમાં લીધી હતી. અધિકારી ઠેબા પણ પહોંચ્યા હતાં. આગમાં સુતરના ઢગલા, દરવાજાના પીઠીયાના લાકડા સહિતને નુકસાન થયું હતું.

(3:55 pm IST)