રાજકોટ
News of Wednesday, 17th November 2021

લેન્ડ ગ્રેબીંગ એકટથી રાજયની મોટાભાગની મિલ્કતો સલામત બની : અનિલભાઇ દેસાઇ

રાજકોટ નાગરિક બેંક દ્વારા પેનલ એડવોકેટ માટે યોજાયો માર્ગદર્શક સેમીનાર

રાજકોટ તા. ૧૭ : સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા બેંકના પેનલ એડવોકેટ માટે માર્ગદર્શન સેમિનાર બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાયેલ હતો.

તેમાં જાણીતા એડવોકેટ અનિલભાઇ દેસાઈ અને જયેશભાઇ જાનીએ મનનીય માર્ગદર્શન આપ્યું હતું. બેંકના વાઇસ ચેરમેન જીમ્મીભાઈ દક્ષીણીએં 'કોરોનાની વૈશ્વિક લહેરને લીધે લગભગ બે વર્ષના સમયગાળા બાદ મળ્યા છીએ ત્યારે વધુને વધુ માર્ગદર્શન મેળવીએ તેવો ભાવ વ્યકત કરેલ.

સીનીયર એડવોકેટ, છેલ્લા ૩૭ વર્ષથી વકિલાતની પ્રેકટીશ કરતાં, રાજકોટનાં જીકલાના સ્પેશ્યલ પી.પી., કોર્પોરેટ ક્ષેત્ર અને વીમા કંપનીમાં એડવોકેટ તરીકે કાર્યરત, અનિલભાઇ દેસાઇએ જણાવ્યું કે, 'અરવિંદભાઈ મણીઆરનું સુત્ર હતું કે, નાના માણસની મોટી બેંક'. તે વખતે રેકડાવાળા અને નાના વેપારવાળા - નાના માણસને ધિરાણ થતું. હમણાં જ જાણવા મળ્યું કે બેંકનાં કુલ ધિરાણમાંથી ૯૨ ટકા ધિરાણ નાના માણસને થયેલું છે તે જાણી આનંદ થયો.

બીજું, જમીનોમાં અસંખ્ય દબાણો થતા જોવા મળે છે. ખેતીની જમીનમાં પણ દબાણો થતા જોવા મળે છે. આ સમસ્યાને ધ્યાને લેતા તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તજજ્ઞો સાથે ચર્ચા-વિચારણા કરી, રાજયના લોકોની માલ મિલકતના રક્ષણ માટે તાત્કાલિક રીતે એક નવો કાયદો 'ગુજરાત લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એકટ' તૈયાર કર્યા અને વિધાનસભામાં પાસ કર્યા. આ કાયદાને લીધે રાજયની મોટાભાગની મિલકતો સલામત થઇ ગઈ છે.

બેંકના એ.જી.એમ. (ડીસેન્ટ્રલાઇઝડ-ક્રેડિટ) મનીશભાઈ શેઠે જણાવ્યું હતું કે, 'ગ્રાહકને ટી.સી. કે ટી.આર. રિપોર્ટ ઝડપથી આપો. ટી.સી. ભુલ રહિત અને સમયસર આપો. હવેથી રૂ. પ લાખ સુધીના ધિરાણમાં છેલ્લો અસલ દસ્તાવેજ અને છેલ્લી પહોંચ સાથે ધિરાણ મળશે. ઉત્ત્।રોત્ત્।ર દસ્તાવેજની જરૂર રહેશે નહિ.'

આ તકે બેંકના નવા જોડાયેલા પેનલ એડવોકેટ્સને હાર્દિક આવકાર આપતા તેમનો પરિચય જયેશભાઇ જાનીએ આપ્યો હતો. ત્રણ દાયકાની વકિલાતની પ્રેકટીશ કરતાં, બેંકના પેનલ એડવોકેટ જયેશભાઈ જાનીએ જણાવ્યું હતું કે, 'બેંકે આપણા ઉપર જવાબદારી મૂકી છે તો આપણે પણ થોડી કાળજી રાખવી જોઈએ. સખત મહેનત અને જવાબદારી સાથે કાર્ય કરવું જરૂરી છે. આ તકે વિવિધ બાબતોની મુદ્દાસર વાત જયેશભાઇ જાનીએ રજુ કરી હતી.

ઉપરાંત બેંકના જનરલ મેનેજર વિનોદ શર્મા, બેંકના સીનીયર ડિરેકટર, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વાઇસ ચેરમેન ટપુભાઇ લીંબાસીયાએ પણ પ્રાસંગીક પ્રવચન કરેલ.

આ સેમિનારમાં જીમ્મીભાઈ દક્ષીણી (વાઇસ ચેરમેન), જીવણભાઇ પટેલ (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), ટપુભાઇ લીબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન-ડિરેકટર), અર્જુનભાઈ શિંગાળા (ડિરેકટર), કિર્તીદાબેન જાદવ (ડિરેકટર), બાવનજીભાઇ મેતલિયા (ડિરેકટર), કાર્તિકેયભાઇ પારેખ (ડિરેકટર), વિનોદ શર્મા (જનરલ મેનેજર-સીઈઓ), યતીનભાઇ ગાંધી (સી.એફ.ઓ.), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), મનીશભાઇ શેઠ (એ.જી.એમ.-ડીસેન્ટ્રલાઇઝડ-ક્રેડિટ), હેમાંગભાઈ ઢેબર (ચીફ મેનેજર-ક્રેડિટ), અનિલભાઇ દેસાઇ, આર. એમ. વારોતરીયા, વિવિધ શાખામાં કાર્યરત પેનલ એડવોકેટ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવોનું પુસ્તક અને ખાદીના રૂમાલ સાથે અભિવાદન કર્યું હતું. કાર્યક્રમનું  સંચાલન જીજ્ઞેશભાઈ દવેએ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં વંદે માતરમનું ગાન થયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે બેંકના લોન વિભાગના કર્મચારીઓએ અને વિશેષમાં કિરીટભાઇ ગોહેલે  જહેમત ઉઠાવી હતી.

(3:54 pm IST)