રાજકોટ
News of Wednesday, 17th November 2021

અમદાવાદનું બોગસ ફીંગર પ્રિન્ટ કૌભાંડઃ રાજકોટ-જેતપુર ત્રંબાના રપ દુકાનદારો દોષીતઃ તમામે ગેરરિતી આચરી

DSO માંગૂડા આકરા પાણીએઃ તમામ સામે કાયમી ઢબે લાયસન્સ રદ્ સહિતના તોળાતા પગલા...

રાજકોટ તા. ૧૭: અમદાવાદ સાયબર ક્રાઇમે ર વર્ષ પહેલા સસ્તા અનાજના દુકાનદારોનું બોગસ ફીંગર પ્રિન્ટ કૌભાંડ ઝડપી લઇ કરોડોનો માલ કાળા બજારમાં સંડોવાયેલ દુકાનદારોએ વેચી નાંખ્યાનું ખુલ્યું હતું.

આ પ્રકરણમાં રાજકોટ શહેર-ત્રંબા-જેતપુર પંથકના રપ જેટલા સસ્તા અનાજના દુકાનદારોની સંડોવણી ખુલી હતી, આ પછી અમદાવાદ સાયબર પોલીસે રીપોર્ટ કરતા તાત્કાલીક DSO તથા તત્કાલીન કલેકટરે ઉપરોકત તમામ રપ ના ૯૦ દિ' માટે લાયસન્સ સસ્પેન્ડ કરી નાંખ્યા હતા, આ પછી કોરોના કાળ સમાપ્ત થતા કેસો ચાલ્યા... ત્યાં DSO ની બદલી થતા, નવા DSO શ્રી માંગૂડા એ ચાર્જ સંભાળી તમામ રપ દુકાનદારોને નવેસરથી નોટીસો ફટકારી હતી, અને સુનાવણી હાથ ધરી હતી, તથા ઇન્સ્પેકટરો મારફત કાર્ડ હોલ્ડરોના નિવેદનો અને તમામ સામે તપાસ હાથ ધરી હતી, આ તપાસનો રીપોર્ટ આવી જતા રપ માંથી ર૪ દુકાનદારોએ ગેરરિતી કર્યાનો ધડાકો થયો છે, દોષીત સાબીત થયા છે, જયારે એક દુકાનદાર સામે ફરીથી તપાસ હાથ ધરાશે તેમ DSO શ્રી માંગુડાએ પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે નિર્દેશ આપ્યો હતો કે આગામી ૧પ દિવસમાં દોષીત તમામ સામે આકરા પગલા લેવાશે, આકરો દંડ થતા કાયમી ઢબે લાયસન્સ રદ્દની કાર્યવાહી થઇ શકે છે,   તેમ   તેમણે ઉમેર્યું હતું.

(3:27 pm IST)