રાજકોટ
News of Wednesday, 17th November 2021

મ.ન.પા. દ્વારા શરૂ કરાયેલ ૫૭ ઔષધાલયોનો ૧ મહિનામાં ૭૭૯૪ દર્દીઓએ લાભ લીધો

જરૂરીયાતમંદ લોકોને ઘરઆંગણે આરોગ્યની સુવિધાનો લાભ લેવા પુષ્કર પટેલ - રાજેશ્રીબેન ડોડિયાનો અનુરોધ

રાજકોટ તા. ૧૭ : શહેરના નબળા અને પછાત વિસ્તારના લોકોને ઘર આંગણે આરોગ્યલક્ષી સુવિધા મળી રહે તે માટે જુદા જુદા ૪૫-સ્થળોએ દીનદયાલ ઔષદ્યાલયનો પ્રારંભ કરવામાં આવેલ છે.  આ ઔષદ્યાલયનો વધુમાં વધુ સંખ્યામાં લાભ લેવા લોકોને અપીલ કરતા સ્ટે. કમિટી ચેરમેનપુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા જણાવે છે કે, શહેરના પછાત વર્ગના લોકોને ઘર આંગણે સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા પણ તબીબી સેવાઓ અંગેના નગરજનોને મળી રહે તે માટે શહેરના વિવિધ સ્લમ્સ સહિતના ૪૫ સ્થળોએ 'દીનદયાલ ઔષધાલય'નો શુભારંભ કરવામાં આવેલ. આ અગાઉ મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં 'દીનદયાલ ઔષધાલય'નો શુભારંભ કરાવેલ દ્વારા વિવિધ સ્લમ્સનાં જરૂરિયાતમંદ નાગરિકોને તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવા રાજય સરકાર કાર્યરત છે

તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ સ્લમ્સનાં જરૂરિયાતમંદ નાગરિકો માટે આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે.

શહેરમાં ૪૫ સ્થળોએ આવેલ પંડીત દીનદયાલ ઔષધાલયમાં તા.૨૯/૧૦/૨૦૨૧ થી તા.૧૩/૧૧/૨૦૨૧ સુધીમાં કુલ ૭૭૯૪ જેટલા જરૂરીયાતમંદ શહેરીજનોએ લાભ લીધો છે આ ઔષધાલયનો વધુને વધુ જરૂરિયાતમંદ લોકો લાભ લે તે માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે અનુરોધ કરેલ છે.

(3:22 pm IST)