રાજકોટ
News of Wednesday, 17th November 2021

કુવાડવા જીઆઇડીસી પાસે બાઇકની ઠોકરે છોટુને ઇજા : ચાલક જામગઢના અજીતનું મોત

છોટુ રોડ ક્રોસ કરતો હતો અને અકસ્માત સર્જાયો

રાજકોટ,તા. ૧૭ : કુવાડવા જીઆઇડીસી પાસે બાઇકની ઠોકરે કારખાનામાં કામ કરતા યુવાનને ઇજા થઇ હતી. જ્યારે બાઇક ચાલકનું મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ કુવાડવા પાસે આશ્રમમાં અને હાલમાં કુવાડવા જીઆઇડીસીમાં એક કારખાનામાં રહેતો છોટુ (ઉવ.૩૦) તરીકે ઓળખાતો યુવાન સાંજે ચાલીને જતો હતો. ત્યારે કુવાડવા જી.આઇ.ડી.સી. પાસે રોડ ક્રોસ કરવા જતા પુરઝડપે આવતા બાઇક ચાલકે છોટુને હડફેટે લીધો હતો. અકસ્માતમાં બાઇક ચાલક પણ ફંગોળાઇ જતા તેને પણ ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બાઇક ચાલક અજીત મનસુખભાઇ ઝાપડીયા (ઉવ.૨૩) (રહે. જામગઢ તા. ચોટીલા)ને અને છોટુને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં જામગઢના બાઇક ચાલક અજીત ઝાપડીયાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. આ બનાવ અંગે કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ. અજયભાઇ નીમાવતે તપાસ હાથ ધરી છે.

(2:37 pm IST)