રાજકોટ
News of Tuesday, 17th November 2020

રાજકોટમાં ભાઈબીજન નિમિતે મહિલાઓને સીટી- BRTSમાં વિનામૂલ્યે મુસાફરી : બિનાબેન આચાર્ય, ઉદય કાનગડ તથા ઉદિત અગ્રવાલની જાહેરાત

રાજકોટ: ભાઈબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ  નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં તમામ મહિલાઓ વિનામુલ્યે મુસાફરી કરવાની  સુવિધા આપવામાં આવે છે. જે અંતર્ગત ભાઈબીજનાં દિવસે સીટી અને બીઆરટીએસ બસમાં  મહિલાઓને આવન જાવન માટે વિનામુલ્યે મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રક્ષાબંધન તથા ભાઈબીજના તહેવાર નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીની સવલત આપવામાં આવે છે. તે જ રીતે ભાઈબીજ નિમિતે તા.17ને મંગળવાર રોજ રાજકોટ મહાનાગપાલિકા દ્વારા સંચાલીત સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં તમામ મહિલાઓને આવન જાવન માટે વિનામુલ્યે મુસાફરી કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ ફ્રી બસ સેવાનો લાભ લેવા બહેનોને અનુરોધ કરવામાં આવે છે.

(9:07 am IST)