રાજકોટ
News of Saturday, 16th November 2019

કાર્યકર બહેનો કોંગ્રેસની વિચારધારાને ઘર ઘર સુધી પહોચાડે, સરકારના જુઠાણાને ખુલ્લુ પાડે : મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં શીખ

રાજકોટ : શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાની આગેવાની હેઠળ નાગર બોર્ડીંગ ખાતે મહિલા સ્નેહ મિલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં પ્રમદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ આગેવાન ડો. હેમાંગભાઇ વસાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન ખાટરીયા, દિનેશભાઇ ડાંગર, પ્રદીપભાઇ ત્રિવેદી, મુકેશભાઇ ચાવડા, મહીલા કોંગ્રસ પ્રભારી સારાબેન મકવાણાના હસ્તે દીપપ્રગટાવી સ્નેહમિલનનો પ્રારંભ કરાવાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા નવા વર્ષની સૌને શુભકામના પાઠવવામાં આવેલ. કાર્યકર બહેનો કોંગ્રેસની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડે અને લોકોની સમસ્યાઓ જાણી સરકારના જુઠાણાઓને ખુલ્લા પાડવા અનુરોધ કરાયો હતો. આ તકે પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજીત ગાંધી સંદેશ યાત્રામાં રાજકોટથી અમદાવાદ સુધી યાત્રાની સાથે જોડાયેલ પ્રદેશ મહીલા કોંગ્રેસ મહામંત્રી દિપ્તીબેન સોલંકીનું શીલ્ડ આપી સન્માન કરાયુ હતુ. શરૂઆતમાં શબ્દોથી સ્વાગત મનીષાબા વાળાએ કરેલ. આ કાર્યક્રમ એન.એસ.યુ.આઇ. પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી સેવાદળના પ્રમુખ ભાવેશભાઇ ખાચરીયા, યુવક કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઇ ટાંક, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી નયનાબા જાડજા, પ્રતિમાબેન વ્યાસ, દિપ્તીબેન સોલંકી, કોંગ્રેસના આગેવાનો સર્વશ્રી જીજ્ઞેશભાઇ વાગડીયા, માલભાઇ, તેજસભાઇ સિંધવ, પ્રવિણભાઇ મૈયડ, સંજયભાઇ ટાંક, રસિકભાઇ ભટ્ટ, હબીબભાઇ કટારીયા, પ્રભાતભાઇ ડાંગર, મનુમામા, પ્રો. અલ્કાબેન માંકડ, કોર્પોરેટરો વસંતબેન માલવી, જાગૃતિબેન ડાંગર, ગાયત્રીબેન ભટ્ટ, જયાબેન ટાંક, ઘનશ્યામસિંહ જાડેજા, વોર્ડ નં. ૧૭ ના સંજયભાઇ અજુડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મહીલા સંમેલનને સફળ બનાવવા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળાના માર્ગદર્શન હેઠળ હિરલબેન રાઠોડ, પ્રફુલ્લાબેન ચૌહાણ, દુરૈયાબેન મુસાણી, ચંદ્રીકાબેન વરાણિયા, રંજનબેન પારેખ, રાણીબેન, રેખાબેન, ફરીદાબેન ગોહેલ, હર્ષાબા જાડેજા, ફરીદાબેન, ગીતાબેન પરમાર, નિલેશ્વરીબેન જોષી, કિંજલબેન જોષી, સોનલબેન ભાલોડીયા, શિલ્પાબેન સોનલબેન પઢિયાર, કવિતાબેન, સારબાઇબેન, કાન્તાબેન ચાવડા, શાંતાબેન, પાયલબેન, હંસાબેન, સગપરીયા, સંગીતાબેન, હેતલબેન પારૂલબેન, રંજનબેન કનોજીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. અંતમાં આભારવિધિ સહારાબેન મકવાણાએ કરી હતી.

(3:58 pm IST)